Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગોંડલના દેરડી (કુંભાજી)માં બંધ મકાનને નિશાન બનાવ્યા બાદ ર દુકાનમાં ચોરી

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ, તા. ૩૧ : ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરરાજ છવાઈ જવા પામ્યું છે.ત્યારે તાલુકાના દેરડી(કુંભાજી) ગામે થોડા દિવસો પહેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને રૂપિયા એક લાખ ત્રીસ હજારની કરેલ ચોરીની ઘટનામાં પોલીસ હજુ સુધી કાઈ ઉકાળી શકી નથી ત્યાજ દેરડી (કુંભાજી) ગામે ગઈકાલના તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.અને આજે ફરી ગામના હદયસમા વિસ્તારોમાં બે બે દુકાનોના તસ્કરોએ તાળા તોડ્યા હતા.ગામના સરદાર પટેલ રોડ પર આવેલ બંસી ઈમીટેશન નામની દુકાનના તસ્કરોએ શટર તોડ્યા બાદ રહેણાંક મકાનના તાળા તોડીને મકાનમા પ્રવેશ કરેલ મકાનમાંથી તસ્કરો સોનલ સાડી સેન્ટર નામની દુકાનમા તસ્કરો ઘૂસ્યા હતા અને ટેબલના ખાનામાં રાખેલ રૂપિયા ૨૦ હજારની રોકડ ચોરી ગયા હોવાનું દુકાનદારે જણાવ્યું હતુ.જેમને લઈને દુકાન માલિકે બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરવાની તજવીજ હાથ ધરી હતી. ગોંડલ શહેરમાં ડીવાયએસપી કક્ષાની પોલીસ કચેરી ઉપરાંત તાલુકા પોલીસ,આઉટ પોસ્ટ સહિતની પોલીસ કચેરીઓ કાર્યરત હોવા છતા પણ દેરડી(કુંભાજી) ગામે વારંવાર બનતી ચોરીની અનેક ઘટનાઓમાં તસ્કરો CCTV કેમેરામાં કેદ થતા હોવા છતા પણ મોટા ભાગની ચોરીના બનાવમાં પોલીસ તંત્ર ભેદ ઉકેલી શકતું ન હોવાથી ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.(

(3:09 pm IST)