Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જુનાગઢમાં ઓમિક્રોનની એન્ટ્રી : નાઇરોબીથી આવેલા યુવકનો રીપોર્ટ પોઝીટીવ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૧  :  જુનાગઢમાં ઓમિક્રોનની એન્ટ્રી થઇ છે.  નાઇરોબીથી આવેલા વ્યકિત પુરૂષોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

બીજા બે શંકાસ્પદ દર્દીના રીપોર્ટ આવતીકાલે આવશે. શહેરમાં પ્રથમ ઓમિક્રોનનો કેસ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલકુમારે જણાવ્યું હતું કે આ યુવકનો અમદાવાદ એરપોર્ટ ઉપર કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ તેમને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. જયાથી એક રીપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો હતો જયાંથી આ યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવારમાં ખસેડેલ છે હાલ આ દર્દી સ્વસ્થ છે.

(4:02 pm IST)