Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભુચર મોરીની પાવન ભુમીના કણ કણમાં વિરતા અને શૌર્ય ધરબાયેલું છેઃ ગૃહમંત્રી હર્ષ સંઘવીઃ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીનું રાજપુત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત-સન્માન

ધ્રોલ-જામનગર ભુચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપુત સંઘ આયોજીત શૌર્ય કથાના આજે અંતિમ દિવસે પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહયા હતા. ધ્રોલના ત્રિકોણથી ભાજપના કાર્યકરો તથા રાજપુત સમાજના આગેવાનો દ્વારા સ્કુટર રેલી સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આયોજન સ્થળ ભુચર મોરી ખાતે તેમને દોરી જવાયા હતા. આ તકે અખિલ ગુજરાત રાજપુત સંઘના હોદેદારો સર્વશ્રી ડો.જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી.જાડેજા,  ધારાસભ્ય હકુભા જાડેજા, કિશોરસિંહ ઝાલા સહીતના આગેવાનોએ સી.આર.પાટીલ તથા હર્ષ સંઘવીનું ભવ્ય સન્માન કર્યુ હતું. આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભુચર મોરીની પાવન ભુમીના કણકણમાં વિરતા અને શૌર્ય સમાયેલ છે. રાજય સરકારે ડ્રગ્સ માફીયાઓને નાબુદ કરવા માટે બીડુ ઝડપ્યું છે અને ગુજરાતની અસ્મીતાને નુકશાન પહોંચાડનાર તત્વોને છોડવામાં નહિ આવે. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદીયાણી-સંજય ડાંગર-કિંજલ કારસરીયા-જામનગર-ધ્રોલ)

(4:02 pm IST)