Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભાવનગર શહેરમાં કોરોનાના નવા 6 પોઝીટીવ કેસ નોંધાયા: ગ્રામ્યમાં કોઈ કેસ નોંધાયો નથી : એક્ટિવ દર્દીઓની સંખ્યા 29 થઈ

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર : ભાવનગરમાં આજે  કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે કોરોના સંક્રમણ વધતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે .ભાવનગર શહેરમાં 3 પુરુષ અને 3 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ભાવનગર ગ્રામ્યમાં કોઈ કેસ નોંધાયો નથી .આજના 6 કેસ સાથે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 29  થઈ છે.

(8:55 pm IST)