Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી જીલ્લામાં પ્યાસીઓની ખેર નથી : થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ, 36 ટીમો મેદાને

એસપી અને એએસપીના સુપરવિઝન હેઠળ કૂલ 36 ટીમ જિલ્લાભરમાં ચાંપતો બંદોબસ્ત :બે ડીવાયએસપી, 18 પી આઈ/ પીએસઆઈ, 395 કોન્સ્ટેબલ, 395 જીઆરડી ફાળવાયા

મોરબી : થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ, 36 ટીમો મેદાને છે એસપી અને એએસપીના સુપરવિઝન હેઠળ કૂલ 36 ટીમ જિલ્લાભરમાં ચાંપતો બંદોબસ્ત રાખશે. જેમાં બે ડીવાયએસપી, 18 પી આઈ/ પીએસઆઈ, 395 કોન્સ્ટેબલ, 395 જીઆરડી ફાળવવામાં આવ્યા છે. તમામ ડિવિઝન જેમાં, મોરબી સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકો, વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકો, હળવદ તાલુકો, ટંકારા તાલુકો અને માળિયા તાલુકો તેમજ મહિલા પોલીસ અને ટ્રાફિક બ્રાંચ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરશે. તમામ પોલીસની ટીમોને બ્રેથ એનેલાઈઝર મશીન આપવામાં આવશે જેનાથી દારુ પીધેલાઓને પકડી શકાશે.

આ ઉપરાંત જિલ્લામાં પાંચ જગ્યાએ ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે ત્યાં પણ સતત ચેકિંગ કરવામાં આવશે. તેમ જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:16 pm IST)