Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

યુથ ચલા બુથ અભિયાન અંતર્ગત મોરબી શહેરના યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા.

મોરબી :  ભાજપ દ્વારા યુથ ચલા બુથ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવામાં આવ્યા હતા

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલ વિસ્તરકોને સાથે રાખીને વોર્ડ નંબર ૧૦ માં નવયુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મિત્ર તરીકે જોડવામાં આવ્યા હતા જે પ્રસંગે નગરપાલિકાના ચેરમેન કેતનભાઈ વિલપરા, રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા, મહેશભાઈ ઘોડાસરા, જીલ્લા યુવા મોરચા પ્રભારી રામભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર યુવા ભાજપની ટીમ તેમજ યુવા મોરચાના કારોબારી સભ્ય આનંદભાઈ ઘોડાસરા તેમજ કૌશિકભાઈ મારવાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

(11:20 pm IST)