Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી: રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. 

આ યોજના અંતર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/ અધિકારીઓ  દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/ નોકરાદાતાઓ પ્લેસમેનટ ઓફિસર અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, જરુરી આધારો સાથે, બે નકલમાં તા. ૨૧/૦૧/૨૦૨૧  સુધીમા  રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રુમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રુબરુ અથવા ટપાલથી મોકલવાની રહેશે.
જરુરી ફોર્મ વેબસાઇટ www.employment.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતેથી તા. ૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન વિનામુલ્યે મળી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

(11:25 pm IST)