Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીના જલારામ મંદિરે આગામી તા. ૦૪ ના રોજ નિશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.

આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.

જે અંતર્ગત તા.૪-૧-૨૦૨૨ મંગળવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર,આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા,ચા-પાણી,નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવશે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમા જણાવ્યુ છે.

(11:28 pm IST)