Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

આમ આદમી પાર્ટી દ્વારા મોરબીના નગર દરવાજા ચોકમાં માસ્કનું વિતરણ કરાયું.

મોરબી : કોરોના મહામારી હજુ પૂર્ણ થઇ નથી મોરબીમાં રાહત બાદ કોરોનાના નવા કેસો નોંધાઈ રહય છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરના હાર્દ સમાન નગર દરવાજા ચોકમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, શહેર પ્રમુખ ભવદીપસિંહ ઝાલા, જિલ્લા આઈટી પ્રમુખ પ્રદીપ ભોજાણી તેમજ મોરબી યુવા સંગઠન મંત્રી પીયૂષભાઈ કાવર દ્વારા મોરબીના હાર્દ સમા નગર દરવાજા ચોક વિસ્તારમાં નગરજનોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા
આમ આદમી પાર્ટીએ નિશુલ્ક માસ્ક વિતરણ કરીને લોકોને માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી હતી અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે નાગરિકો વધુ તકેદારી રાખે તે માટે સમજણ પૂરી પાડી હતી.

(11:29 pm IST)