Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી જીલ્લામાં બે વિદ્યાર્થી સહીત વધુ ચાર દર્દી કોરોના સંક્રમિત, એક્ટીવ કેસનો આંક ૧૬ થયો.

મોરબી જીલ્લામાં કોરોના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે અને મોરબી જીલ્લામાં બે વિદ્યાર્થી સહીત વધુ ચાર કેસ પોઝીટીવ આવતા એક્ટીવ કેસનો આંક ૧૬ થયો છે

આજે મોરબી જીલ્લામાં નવા ૦૪ કેસ નોંધાયા છે જેમાં ટંકારાની નાલંદા વિધાલયમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થીની, નવયુગ વિધાલયના પોઝીટીવ વિદ્યાર્થીના સંપર્ક માં આવેલ વિદ્યાર્થી, ગઈકાલે જાહેર થયેલ ગ્રામ્ય વિસ્તારના ૫૩ વર્ષના મહિલાના ૫૪ વર્ષના પતિ અને મોરબી શહેરના ૨૨ વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે
આજે મોરબી જીલ્લામાં નવા ચાર કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૬ થયો છે જેથી મોરબીવાસીઓ વધુ તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે નાલંદા વિધાલય માં અન્ય ૧૩૦ વિધાર્થીઓ ના સેમ્પલ આજ રોજ લેવામાં આવેલ છે.. જેના રીઝલ્ટ આવતી કાલે આવશે..

(11:33 pm IST)