Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીના ૬૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય સુત્રધારના પુત્રના જામીન કોર્ટે નામંજૂર કર્યા.

મુખ્ય સુત્રધાર ઇશા રાવના પુત્ર હુશેનના જામીન નામંજૂર કરાયા.

મોરબીના ઝીંઝુડા ગામમાં દરોડો કરીને એટીએસ ટીમે ૬૦૦ કરોડની કિમતનું ડ્રગ્સ ઝડપી લીધું હોય જે ડ્રગ્સ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર એવા ઇશા રાવના પુત્રએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દઈને આરોપીના જામીન નામંજૂર કર્યા છે

મોરબીના ઝીંઝુડા ગામમાંથી ગુજરાત એટીએસ ટીમે ૬૦૦ કરોડ જેટલી કિમતનું ડ્રગ્સ ઝડપી લઈને ડ્રગ્સ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરી છે જે પ્રકરણમાં મુખ્ય સુત્રધાર એવા ઇશા રાવ નામનો ઇસમ હજુ ફરાર હોય જે ઈશા રાવનો પુત્ર હુશેન પણ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ હોય અને આરોપીને ઝડપી લેવાયો હતો જે આરોપી હુશેન ઇશા રાવ દ્વારા   રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હોય જે અરજીની આજે મોરબી ડિસ્ટ્રિક કોર્ટમાં સુનાવણી થતા સરકારી વકીલ વી.સી.જાનીની દલીલોને ધ્યાને લઈને જજ એ.ડી.ઓઝાએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી અને જામીન નામંજૂર કર્યા છે
ડ્રગ્સનો જથ્થો આરોપી હુશેન રાવ ખંભાલીયા લાવ્યો હતો અને ઇકબાલના ભંગારના ડેલામાં છુપાવ્યા બાદ ઝીંઝુડા લાવ્યો હતો અને ડ્રગ્સ વેચ્યું હતું જેના રૂ ૨૯.૪૪ લાખની રકમ રાજકોટ આંગડીયા પેઢીમાં ખોટા નામથી ઉપાડ્યા હતા જે તમામ દલીલોને ધ્યાને લઈને કોરતા આરોપીની જામીન અરજી ફગાવી હતી.

(11:38 pm IST)