Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીના ઓરેવા ગ્રુપ દ્વારા ૩૫૦૦ થી વધુ કર્મચારીઓને ૬ હજારની કિમતનો મોમેન્ટો અર્પણ

મોરબી :અજંતા-ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલની દીકરી એલિશના શુભલગ્ન પ્રસંગ નિમિતે કંપનીના તમામ ૩૫૦૦ થી વધુ કર્મચારીઓને આશરે રૂ. ૬૦૦૦ ની કિંમતનો શુભેચ્છા મોમેન્ટો ભેટ આપવામાં આવ્યો હતો

હજારો અનસ્કીલ લોકોને રોજગારી આપનાર ઓરેવા ગ્રુપ વુમન ઈમ્પાવરમેન્ટ માટે પણ ગુજરાતનું ગૌરવ છે. અલગ-અલગ નાના ગામડાની અનસ્કીલ મહિલાઓને સ્વાવલંબી અને આત્મા નિર્ભર બનાવવાનો પ્રયાસ અત્યંત સરાહનીય છે. અનસ્કીલ કે ઓછા ભણેલ મહિલા કર્મચારી પણ બેન્કિંગ, અકાઉટિંગ, ઈમ્પોર્ટ – એક્સપોર્ટ, સર્કિટ ડિઝાઇનિંગ જેવા મહત્વના કામો ટ્રેનિંગ દ્વારા સરળતાથી ઓપરેટ કરે છે.
અનેક એવોર્ડોથી સન્માનિત ઓરેવા બ્રાન્ડ લાઈટિંગ, ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, બેટરી સંચાલિત ઈ-બાઈક્સ જેવી ઘણી બધી પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે અને વુમન એમ્પાવરમેન્ટમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે જે મોરબી માટે ગૌરવની વાત છે

(11:38 pm IST)