Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી નજીક સિરામિકમાં જુગારધામ પર દરોડો: 9 લાખથી વધુના મુદામાલ સાથે પાંચ ઝડપાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સિરામિક ઓરડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને ૯.૦૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે બેલા ગામની સીમમાં પીપળી રોડ પર આવેલ જીતવા સિરામિકની ઓરડીમાં દરોડો કર્યો હતો જેમાં સિરામિક ઓરડીમાં બેસી જુગાર રમતા સંજય ગણેશભાઈ વાઘડીયા રહે રવાપર રોડ બોની પાર્ક મોરબી, ઉપમ ઉર્ફે ઉત્તમ રતિલાલ ઉર્ફે કેશવજીભાઈ કાચરોલા રહે ઉમા ટાઉનશીપ મોરબી, સુરેશ બચુભાઈ અમૃતિયા રહે સારસ્વત સોસાયટી, શનાળા રોડ મોરબી, જયદીપ પ્રાગજીભાઈ આદ્રોજા રહે રવાપર રોડ લક્ષ્મીનગર સોસાયટી અને પરષોતમ સવજીભાઈ ભોરણીયા રહે હરિઓમ પાર્ક, ઘૂટું તા મોરબી એમ પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૯,૦૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં મોરબી તાલુકા ઇન્ચાર્જ પીઆઈ વી એલ પટેલ, પીએસઆઈ ડાંગર, સુરેશભાઈ હુંબલ,નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઈ આગલ, મનીષભાઈ બારૈયા, જયેશભાઈ ચાવડા,ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા અને પંકજભાઈ ગુઢડા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:49 pm IST)