Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી જીલ્લામાં બાકી રહેલા ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરુ કરી : ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરાઈ

મોરબી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી હોય જોકે હજુ ખેડૂતો બાકી રહેતા હોય જેથી ખેડૂતોના હિતમાં ખરીદી શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ ખેતીવાડી અધિકારી અને પુરવઠા વિભાગમાં રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં મગફળી ખરીદી જે ખેડૂતો બાકી હોવા છતાં બંધ કરવામાં આવી છે ટંકારા તાલુકાના ૭૬૦ ખેડૂતોની યાદી તૈયાર ક્રૈહોય જેમાંથી ૩૭૦ ખેડૂતો આવ્યા હતા અને મોરબી તાલુકામાંથી ૨૭૦ ખેડૂતો નોંધાયા હતા જેમાંથી ૨૦૪ ખેડૂત આવ્યા હતા અને હવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી છે
ત્યારે આગલા દિવસે લગભગ ૧૮ થી ૨૦ જેવી સંખ્યામાં ખેડૂતો આવેલ હતા અને અઠવાડિયાની સરેરાશ પણ ૧૫ થી ઉપર ખેડૂતો આવેલ છે હજુ ખેડૂતો નિગમને મગફળી વેચવા ઉત્સાહી હોય જેથી મગફળી ખરીદીના ૯૦ દિવસો પુરા ના થયા હોવાથી ખરીદી ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.

(11:50 pm IST)