Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

માળિયાના ગ્રામ પંથકમાં સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ આચરી ધાક-ધમકી આપ્યાની ફરિયાદ.

ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી :  માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાવકા પિતાએ સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવી હતી અને દોઢ વર્ષના સમયગાળામાં દુષ્કર્મ આચરી સગીરાને ધમકીઓ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

જે ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકની સગીરાને તેના જ સાવકા પિતાએ હવસનો શિકાર બનાવી હતી જે બનાવ મામલે ભોગ બનનારના સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની ૧૩ વર્ષ ૭ માસની દીકરીને આરોપી સાવકો પિતા થતો હોય જે આરોપીએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી અને આજથી દોઢ વર્ષ પહેલાથી લઈને એક માસ અગાઉ સુધીના સમયગાળા દરમિયાન સગીરાની છેડતી કરીને સાવકા પિતાએ અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને આ અંગે જાણ કરશે તો સગીરા અને તેની માતાને મારી નાખવાની ધમકી આપી સગીરાને ડરાવી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે
માળિયા પોલીસે સગીરા અપહરણના બનાવમાં સાવકા પિતા વિરુદ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધી વધુ તપાસ સીપીઆઈને સોપવામાં આવી છે અને સીપીઆઈ ટીમ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.

(11:54 pm IST)