જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા તેમજ શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ
જેતપુરઃ શહેરમાં ચાલી રહેલ ટ્રાફીક સપ્તાહ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય જિલ્લા તેમજ શહેર પોલીસ દ્વારા સામાજિક સંસ્થા લાયન્સ કલબ અને જે.સી.આઇ. ફલર્સના સહયોગથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત એસ.પી.બલરામ મીણા, એ.એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સીટી પી.આઇ.જે.બી.કરમુરની ટીમ તેમજ કલબના સભ્યો દ્વારા સાયકલ રેલનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ જેમાં ઝી ગ્રુપના બાળ કલાકારોએ દેશ ભકિતના ડાન્સ રજુ કરેલ એ.એસ.પી. સાગર બાગમારે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે હરેશભાઇ ગઢીયા, કે.જે.પાઘડાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પૂર્ણ થયેલ. રેલીમાં ૧૦૦ થી પણ વધુએ ભાગ લીધેલ. કાર્યક્રમનું સંચાલન અનિલભાઇ લાખાણીએ કરેલ.
રેલીને સફળ બનાવવા સીટી પી.આઇ.જે.બી.કરમુર તેમજ સીટી પોલીસ સ્ટાફ, દેવાંશુભાઇ કાપડી, કેતન ઓઝા, લા.મહેશ વેકરીયા, સચિન ગોહેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના વિજયભાઇ ચૌહાણ, વિરલ બાસોપિયા, જે.સી.આઇ. કલર્સ જે.સી.હિતેન મકવાણા તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.