સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st February 2023

ગોંડલ ગુંદાળા ચોકડી એ ખાનગી વાહન ચાલકો ની દાદાગીરી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત:ટ્રાફિક સમસ્યા થી લોકો ત્રસ્ત

ગોંડલ : ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજળીયા દ્વારા રાજ્યના ગૃહ મંત્રી, ડીજીપી અને રેન્જ આઇજી ને પત્ર લખી રજુઆત કરી હતી કે

શહેરના ગુંદાળા ચોકડીથી ગુંદાળા તરફ જતા રસ્તે અંદાજે  વીસ થી પચ્ચીસ પેસેન્જર વાહન મારૂતી ઈક્કો  પેસેન્જર લેવા માટે  આડેધડ પાર્કિંગ કરી દાદાગીરીથી રોડ પર પોતાના વાહન રાખી કલાકો સુધી ટ્રાફીક જામ કરી લોકોને પરેશાન કરે છે. વધુ મા આ રોડ પર પાંચ જેટલી સ્કુલો આવી હોય સ્કુલના વિધ્યાર્થીઓની તથા તેમની સ્કુલ બસની સતત અવર જવર રહેતી હોવાથી  તેમને પણ આ ટ્રાફીક સમસ્યા નડે છે.

આ પોઇન્ટ જાણે કે આવારા અને લુખ્ખા તત્વોનો અડો બની ગયેલ છે, ટેલીફોનીક માધ્યમથી આ બાબતની રજુઆત ગોંડલ સીટી પોલીસ સ્ટેશનને વારંવાર કરેલ હોવા છતા આ બાબતનો નિકાલ આવેલ નથી. જેથી ઉપરોકત ફરીયાદની તાત્કાલીક ધોરણે તપાસ થાય અને સમસ્યાનો હલ થાય તે અંગે સત્વરે યોગ્ય કરવા અન્યથા લોક આંદોલન કરી આક્રોશ વ્યક્ત કરાશે તેવુ જણાવાયુ હતુ.

(12:08 am IST)