News of Wednesday, 1st February 2023
મધ્યપ્રદેશથી આવેલ પુત્રીને તેડવા આવતા લાગી આવ્યુઃ કાલાવાડના બાંગા ગામે કિશોરીનો આપઘાતઃ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: કાલાવડ તાલુકાના બાંગા ગામે રહેતા રાયસિંગભાઈ રડતીયાભાઈ કનેસ, ઉ.વ.૪૦ વાળા એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રાધાબેન રાયસિંગભાઈ રડતીયાભાઈ કનેસ, ઉ.વ.૧૪, રે. હાડાટોડા ગામવાળાના પિતા રાયસીંગભાઈને રાધાબેન તથા તેના કાકાનો દિકરો તેમના વતનથી કોઈને કહ્યા વગર હાડાટોડા ગામે મેઘરાજસિંહ વનરાજસિંહ જાડેજાની વાડીમાં ખેતી કામ કરવા આવેલ હોય અને રાધાબેનને તેડી જવા માટે તેના પિતાને જાણ કરતા તેઓ આવતા જે બાબતે મરણજનાર રાધાબેનને તેના પિતાના ઘરે જવુ ન હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતે પોતાના હાથે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.
(1:13 pm IST)