સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

કચ્છમાં એક જિલ્લા અને દસ તા. પંચાયતની ચૂંટણીમાં ૬૩.૩૭ ટકા મતદાન : શહેર કરતાં ગ્રામીણ મતદારોમાં ઉત્સાહ વરતાયો

ભુજ : કચ્છમાં પાંચ નગરપાલિકા કરતાં એક જિલ્લા અને દસ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૩ ટકા વધુ મતદાન થયું હતું. નગરપાલિકાઓ માં શહેરી મતદારોની ઉદાસીનતા ને કારણે ૫૦ ટકા જ્યારે ગ્રામીણ મતદારોના ઉત્સાહ ને કારણે જિલ્લા અને તા.પંચાયતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન લખપત તાલુકામાં ૭૮ ટકા જ્યારે બીજા નંબરે મુન્દ્રા તાલુકામાં ૭૨ ટકા મતદાન થયું હતું. જ્યારે અંજાર તાલુકામાં ૬૫, અબડાસા ભુજ અને માંડવી તાલુકામાં ૬૪ ટકા મતદાન થયું હતું. આ સિવાય રાપર તાલુકામાં ૬૦ ટકા, ભચાઉ અને નખત્રાણા તાલુકામાં ૫૮ ટકા મતદાન થયું હતું. કુલ ૬ લાખ ૬૭ હજાર ૩૦૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૩ લાખ ૫૬ હજાર ૩૨૬ પુરુષ મતદારોએ જ્યારે ૩ લાખ ૧૦ હજાર ૯૨૫ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.

(9:22 pm IST)