સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૧.૦૮ ટકા મતદાન

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧ :.. તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન  થઇ હતી. જામકંડોરણા તાલુકામાં સરેરાશ ૬૧.૦૮ ટકા મતદાન થયું હતું. જેમાં ભાદરા સીટમાં પ૯.૦૧ ટકા, બોરીયા સીટમાં પ૮.૩૭ ટકા, ચિત્રાવડ સીટમાં પ૮.૪૭ ટકા, દડવી સીટમાં પ૩.૮ર ટકા, જામકંડોરણા-૧ સીટમાં પ૯.૮૬ ટકા, જામકંડોરણા-ર સીટમાં પ૭.૪ર ટકા, જામકંડોરણા-ર સીટમાં પ૭.૪ર ટકા, જામકંડોરણા-૩ સીટમાં ૬૩.૪૪ ટકા, ખજુરડા સીટમાં ૬પ.૧૧ ટકા, રાજપરા સીટમાં ૬૦.૧૮ ટકા, રાયડી સીટમાં ૭૦.૭૩ ટકા, સાજડીયાળી સીટમાં ૬૪.૮ર ટકા, સાતોદડ સીટમાં ૬૩ ટકા, સોડવદર સીટમાં ૬૦.૪પ ટકા મતદાન નોંધાયું છે. જામકંડોરણા તાલુકા પંચાયતમાં સૌથી વધુ મતદાન રાયડી સીટમાં ૭૦.૭૩ ટકા જયારે સૌથી ઓછુ મતદાન દડવી સીટમાં પ૩.૮ર ટકા નોંધાયું છે. તાલુકાની ત્રણ બેઠકો બરડીયા, ચાવંડી, જશાપર ભાજપની બિનહરીફ થઇ હતી. આજે ૧૩ બેઠકો માટે મતદાન યોજાયું હતું.

(12:11 pm IST)