સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

ઓખામાં વિજ્ઞાન દિવસની ઉજવણી

 ઓખા : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ઓખા ન.પા. સ્કુલ પ્રાથમિક વિભાગમાં ધોરણ આઠમાં બંને વર્ગોમાં વિજ્ઞાન પ્રશ્નોતરીનુ આયોજન કરાયુ હતુ. ૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. ભારતીય વૈજ્ઞાનિક ડો. સી.વી.રામન જેઓને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓની શોધધ માટે નોબલ પ્રાઇઝ મળેલુ તે સન્માનમાં શાળા કોલેજોમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થતી હોય છે અને વિદ્યાર્થીઓ વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી ભાગ લેતા હોય છે. વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી પ્રીતીબેન ચાવડાએ આ વખત વિદ્યાર્થીઓને ઝીરો વેસ્ટ અંતર્ગત કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત શીખવી હતી જે શીખ્યા બાદ વિદ્યાર્થીનીઓ ઘરેથી કીચન વેસ્ટ લાવીને રીસેશમાં ડેમો રજૂ કર્યો હતો. કિચન વેસ્ટમાં શાકભાજીની છાલ સાથે સુકા પાંદડાને ભેળવીને થોડી ખાટી છાશ ઉમેરી બરણીને દરઅઠવાડીયે હલાવી આશરે રપ દિવસમાં ખૂબ જ કિંમતી એવુ કમ્પોસ્ટ તૈયાર થાય છે. એમ શીખવ્યુ હતુ. ધોરણ આઠમાં કવીઝ દરમિયાન વિદ્યાર્થીઓએ સવાલોના જવાબ આપ્યા હતા અને શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા હતા.

(12:17 pm IST)