News of Monday, 1st March 2021
હલેન્ડામાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો
આટકોટ : હલેન્ડા ગામે ઘણી એસટી લોકલ હોવા છતાં ય ઉભી રાખતા નથી ત્યારે વિદ્યાર્થી રોષે ભરાયા અને આંદોલન પર ઉતરી પડયા હતા. અને આટકોટ તરફથી આવતી તમામ બસોને અડધી કલાક થંભાવી દેવામાં આવી હતી. સરપંચ વનરાજભાઇ તથા રામભાઇ સહિતના આગેવાનો આવી રાજકોટ જસદણ સહિતના ડેપોમા લેખીત રજુઆત કરીશ અને આનો ઉકેલ બે દિવસમાં ન આવે તો આંદોલન કરીશું તેવું જણાવ્યુ હતુ. વિદ્યાર્થીઓએ એસટીને જવા દીધી હતી. સરધારમાં પણ ઘણી બસો ઉભી રાખતા નથી તેવું પણ લોકોએ જણાવ્યું હતું.
(1:18 pm IST)