સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

મોરબીમાં ૬૦ વર્ષથી ઉપરના નાગરીકોને કોરોના રસીકરણ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧ :  કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના વોરીયર્સ અને ફ્રન્‍ટ લાઈન વોરીયર્સને રસીકરણ કરવામાં આવ્‍યા બાદ ૧ માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને રસીકરણ માટે જીલ્લામાં જુદી જુદી જગ્‍યાઓ પર રસીકરણ કેન્‍દ્ર શરુ કરવામાં આવશે જેમાં ટંકારા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર લજાઈ, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર સરવડ, વાંકાનેર તાલુકામાં સબ ડીસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ વાંકાનેર, હળવદ સબ ડીસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ અને મોરબી તાલુકામાં જનરલ હોસ્‍પિટલ મોરબી ઉપરાંત આયુષ અને ક્રિષ્‍ના હોસ્‍પિટલ મોરબી ખાતે વેક્‍સીનેશન અભિયાન શરુ કરવામાં આવશે જે સેન્‍ટર પર અગાઉથી જાણ કરેલ ૧૦૦-૧૦૦ લોકોને વેક્‍સીન આપવામાં આવશે. તેમ જીલ્લા આરોગ્‍ય અધિકારીએ જણાવ્‍યું છે.

(1:25 pm IST)