સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

જુનાગઢના નાગરિકે ATM કાર્ડ પરત આપી પ્રમાણિકતા બતાવી

જુનાગઢ, તા. ૧ : ગત તા. ૨૫.૦૨.૨૦૨૧ ના રોજ સાંજ સમયે જૂનાગઢ ઝાંઝરડા રોડ ખાતે રહેતા અને સાઈન બોર્ડની એજન્‍સી ચલાવતા દીપેશભાઈ શાહ ને કાળવા ચોક ખાતે આવેલ એટીએમ બુથમાંથી રૂપિયા ઉપાડવા જતા, એચડીએફસી બેન્‍ક નું  એટીએમ કાર્ડ, રૂપિયા ઉપાડેલ સ્‍લીપ સાથે એટીએમમાંથી જ મળતા, તેઓએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્‍ટાફને મળી, માલિકને શોધી, પરત કરવા વિનંતી કરવામાં આવેલ.

હે.કો. કમલેશભાઈ, દેવેન્‍દ્રસિંહ, ક્‍લાર્ક શરદભાઈ સાવલિયા સહિતના સ્‍ટાફ દ્વારા એટીએમ આધારે એચડીએફસી બેંકના મેનેજર પરાગભાઈ મકવાણા  મારફતે તપાસ  કરી, એટીએમ કાર્ડના માલિક હરબક્‍સભાઈ કમલકિશોર જોશી રહે. જોશીપરા, જૂનાગઢ મૂળ રહે. અમળતસર (પંજાબ)ને શોધી કાઢી, તેમને ફોન કરતા, તેઓનું એટીએમ કાર્ડ તેઓ પાસે હોવાનું જણાવતા, ત્‍યારે તેઓને ખબર પડેલી કે, પોતાનું એટીએમ કાર્ડ ઉતાવળે એટીએમ બુથમાં જ ભૂલી ગયેલો. પોતે બ્રિટાનીયા કંપનીમાં સેલ્‍સ મેનેજર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે, પોતાની દીકરી બીમાર હોઈ, તેના ટેનશનમાં એટીએમ માંથી રૂપિયા લઈને કાર્ડ ભૂલી, જલ્‍દી રવાના થઈ ગયેલાનું જણાવતા, પોલીસ દ્વારા જાણ કરવામાં આવી ત્‍યારે પોતાને ખ્‍યાલ આવ્‍યો કે, પોતાનું કાર્ડ ભૂલી ગયેલ છે, તેઓને ઓફીસ બોલાવી,  ર્ંએટીએમ કાર્ડ પરત સોંપતા, હરબક્ષભાઈ જોશીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યર્ક્‍તં કર્યો હતો. સાથે સાથે ર્ંજૂનાગઢ પોલીસ દ્વારા એટીએમ કાર્ડ કે જે ખાતામાં રૂ. ૧,૬૦,૦૦૦/- જેટલી માતબર રકમ જમા હતી, તે એટીએમ કાર્ડ, પ્રામાણિકતા દાખવી, પરત આપવા આવેલ દીપેશભાઈ શાહની પ્રમાણિકતાને બિરદાર્વીં હતી.

 

(1:39 pm IST)