સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

જુનાગઢમાં ભવનાથ ખાતે યોજાતો પરંપરાગત મહાશિવરાત્રી મેળો આ વર્ષે નહી યોજાયો

વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ તંત્રની જાહેરાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. શિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે. આગામી તા. ૭ માર્ચથી શિવરાત્રીનો મેળો યોજાનાર હતો

પરંતુ હાલ કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા હોય આ વર્ષે શિવરાત્રીનો મેળો નહી યોજાવાનો નિર્ણય લેવાયો છે. કલેકટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. મેયર ધીરૃભાઇ ગોહેલ સહિત આગેવાનો અને સંતો આ બેઠકમાં ઉપસ્થિતી રહ્યા વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી શિવરાત્રી મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે શિવરાત્રીની રાત્રે સંતોની રવાડી, શાહી સ્નાન અને પૂજન અર્ચન, સહિતના કાર્યક્રમો પરંપરા માટે યોજવાનું નકકી કરાયુ હતું.

પરંતુ લોકોને પોતાના ઘરે રહીને શિવરાત્રી મેળો કરવા સંતો અને અધિકારીઓએ અનુરોધ કર્યો હતો.

(5:30 pm IST)