સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

ધોરાજી અને જામકંડોરણા તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી ધોરાજીના ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે યોજાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી અને જામકંડોરણા તાલુકા અને જિલ્લા પંચાયત ની મતગણતરી આવતીકાલે મંગળવારે સવારે નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે યોજાશે
ધોરાજીના ડેપ્યુટી કલેકટર અને જિલ્લા પંચાયત ૪  શીટના ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા ગૌતમ મિયાણી એ જણાવેલ કે ધોરાજી તાલુકા પંચાયત તેમજ જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બંને તાલુકાની બન્ને તાલુકાની 4 સીટ ની મતગણતરી ધોરાજી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે થશે જે અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે
 ઇવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમ મા રાખવામાં આવ્યા છે તેમની  બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
આવતીકાલે મંગળવારે સવારે 9.00 કલાકે યોજાશે મત ગણતરી યોજાશેભગવતસિંહજી હાઇસ્કુલ માં કુલ પાંચ હોલ પર  ગણતરી પ્રક્રિયા યોજાશેચાર હોલ માં તાલુકા પંચાયત ની મત ગણતરી અને એક હોલ માં જિલ્લા પંચાયત ની મત ગણતરી થશે
જિલ્લા પંચાયત ની મત ગણતરી માટે 10 ટેબલ  16 રાઉન્ડ માં મતગણતરી યોજાશે
તાલુકા પંચાયત ની મતગણતરી માટે દરેક હોલ માં પાંચ ટેબલ પર થશે ગણતરી
કોરોના ની મહામારી ને કારણ સરકાર ની ગાઈડ લાઇન ને અનુસાર મત ગણતરી કેન્દ્ર પર આરોગ્ય ટીમ રહેસે તેનાત થર્મલ ગન દ્વારા સકેનીગ કર્યા બાદ મતગણતરી કેન્દ્ર માં પ્રવેશ આપવામાં આવશે
આરોગ્ય વિભાગ ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે મતગણતરી કેન્દ્ર ની બહાર 300 મીટર સુધી વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે
આ સાથે ધોરાજી તાલુકા પંચાયત ચુંટણી મતગણતરી સમયે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા તાલુકા વિકાસ અધિકારી જાડેજા જામકંડોણા તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વ્યવસ્થાના ભાગરૂપે કર્મચારીઓ સાથે કામ કરશે
કાલ સવારથી જ મતગણતરીનો પ્રારંભ થવાનો છે ત્યારે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા પી.એસ.આઇ નયનાબેન કદાવલા તેમજ જામકંડોરણાં અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ તેમજ ધોરાજી પોલીસ હોમગાર્ડ જવાનો ગ્રામ રક્ષક દળ તેમજ એસઆરપી જવાનો ખડે પગે રહેશે

(7:54 pm IST)