સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

મોરબીના એલઇ ગ્રાઉન્‍ડ ખાતે મંત્રી બ્રિજેશ મેરજાના હસ્‍તે સખી મેળાનો પ્રારંભ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ'ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજયમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત' વિકાસયાત્રાનું રાજયના તમામ જિલ્લામાં આયોજન કરાયું છે. જેના ભાગ રૂપે મોરબી ખાતે તા.૩૦/૦૬/૨૦૨૨ થી ૦૬/૦૭/૨૦૨૨ દરમ્‍યાન એલ.ઈ. કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે જીલ્લાકક્ષાના મેળાઓનું આયોજન થયું છે. જયાં મંત્રી બ્રિજેશ મેરજાના હસ્‍તે સખી મેળાનો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

ગુજરાત સરકારનાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદશન તેમજ ૭ દિવસીય સ્‍વ-સહાય જૂથો/સખી મંડળો/કારીગરો દ્વારા ઉત્‍પાદીત ચીજવસ્‍તુઓનાં સીધા વેચાણ માટે મોરબી ખાતે તા.૩૦/૦૬/૨૦૨૨ થી ૦૬/૦૭/૨૦૨૨ દરમ્‍યાન એલ.ઈ. કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે જીલ્લાકક્ષાના મેળાઓનું આયોજન થયું છે.

હાલ મોરબી જિલ્લાના જુદા જુદા ગામના ૨૮, નગરપાલિકા વિસ્‍તારના ૭ તેમજ અન્‍ય જિલ્લાઓના ૧૫ બહેનો મળી આ સખી મેળામાં કુલ ૫૦ સ્‍વ સહાયની બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા કલાત્‍મક વિવિધ ચીજ વસ્‍તુઓના વેચાણથી આજીવિકાની ઉતમ તક મળી રહેશે.આ આ મેળામાંᅠ હેન્‍ડલુમ, હેન્‍ડીકાફટ, ફુડ પ્રોડક્‍ટ, ગૃહશુશોભન, વણાટ કામની વસ્‍તુઓ, ઝુલા, ડ્રેશ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, નાઇટ લેમ્‍પ, દોરી વર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વીવીધ ચીજ વસ્‍તુઓનું બહેનો/કારીગરો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવનાર છે.

(12:57 pm IST)