સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

રાજકોટ જિલ્લાના લોધીકા માં સાડા ચાર ઇંચ વરસાદ,ફોફળ નદીમાં ઘોડાપૂર કોઝવે માં ફોરવ્હીલ ગાડી ફસાતા દિલ ધડક રેસ્ક્યુંમાં સાત વ્યક્તિ ના જીવ બચાવતા હિંમતવાન યુવાનો

લોધીકા માં પ્રથમ વરસાદમા જ મોટી દુર્ઘટના થતી અટકી : રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન

(સલીમ વલોરા દ્વારા)લોધીકા તા.૧ :રાજકોટ જિલ્લાના લોધીકા પંથક મા બપોરના ત્રણ વાગ્યા થી ધીમીધારે વરસાદ શરું થતા બાદમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડતાં ફોફલ નદીમાં  ઘોડાપૂર આવી ગયેલ આ સમયે હેવી વીજ પોલ નું કામ કરતા મજૂરો પોતાનું કામ પતાવી સાંજ ના છ એક વાગ્યે ઘરે પરત જવા નીકળેલ દરમિયાન ફોફલ નદીના કોઝવે માં ફોરવ્હીલ ગાડી ઝાયલો ફસાતા અંદર બેઠેલા ઉકત સાત મજૂરો ના જીવ જોખમ માં મુકાય ગયેલ ગાડી ધીમે ધીમે ઘોડાપૂર માં  તણાવા લાગેલ અંદર બેઠેલા મજૂરો મહા મહેનતે ગાડી ની છત ઉપર જીવ બચાવવા ચડી ગયેલ ગાડી હલક ડોલક થવા લાગેલ હતી.

    આ સમયે લોધિકા ભાજપ માલધારી સેલ ના પ્રમુખ ભૂપત ભાઈ સિરોડિયા ને જાણ થતાં તેઓ એ પળ નો પણ વિલ્લંભ કર્યા વગર સરપંચ કિશોર ભાઈ વસોયા ઉપ સરપંચ દિલીપ ભાઈ મારકણા પંચાયત સદસ્ય શ્યામ ભાઈ શિયાળ સહિત ને જાણ કરતા સહુ ઘટના સ્થળે પહોંચી ગામના યુવા તરવૈયા ઓ ને ઘટના સ્થળે બોલાવી લીધેલ જેમાં યુવા તરવૈયા કરનાભાઈ ગમારા,જીતુભાઈ તથા હેમંત ભાઈ મલ,શામ ભાઈ શિરોડિયા,દિનેશ ગમારા,શિવાભાઈ શિરોડીયા,ઇકબાલ ભાઈ સુમરા,સલીમ ભાઈ સુમરા વિગેરે તરવૈયા ઓ એ જીવ ની પરવાહ કર્યા વગર દોરડા લય નદી માં કૂદી પડેલ સૌપ્રથમ ગાડીના વ્હીલ માં દોરડું બાંધી કાઠે આવેલ વૃક્ષ સાથે ફોરવ્હિલ ગાડી બાંધી દીધેલ તેથી ગાડી પાણી ના ભયંકર પ્રવાહ માં તણાતા બચી ગયેલ બાદમાં ધસમસતા પુર માં યુવા તરવૈયાઓ એ જીવ ના જોખમે નદી માં કૂદી પડી સાતે વ્યક્તિ ને કાઠે સહીસલામત બચાવી ને  લાવી દીધા હતા,જેને પરિણામે  લોધીકા માં પ્રથમ વરસાદે જ મોટી દુર્ઘટના થતી અટકી હતી.

રાજકોટ જીલ્લાના ૧૦ તાલુકામાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ*

 

ઉપલેટા                            ૬.  મી. મી.

કોટડા સાંગાણી               ૧૬

ગોંડલ.                            ૭૮

જેતપુર.                           ૫૦

જસદણ.                          ૦૭

જામ. કંડોરણા.                 ૩૭

ધોરાજી.                           ૩૯

પડધરી.                            ૦૨

રાજકોટ સીટી.                  ૪૦

લોધીકા.                          ૧૧૫

વિંછીયા.                            ૦૦

તેમ કલેકટર કચેરી ના ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

(9:42 pm IST)