સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 1st August 2021

મોરબીમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિતે આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં ઘરે બેઠા ભાગ લો

તા. ૮ ઓગસ્ટ ” રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ” એક દેશ એક નારા – સ્વસ્થ રહે દેશ હમારાં” નાં અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા માં ઘરે બેઠાં વિડીયો બનાવી ભાગ લેવા અનુરોધ

મોરબી : “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર” દ્વારા માન્ય “આર્ય ભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી ખાતે કાર્યરત છે. તા.:- ૮ ઓગસ્ટ ” રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ” એક દેશ એક નારા – સ્વસ્થ રહે દેશ હમારાં” નાં અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા માં ઘરે બેઠાં વિડીયો બનાવી કેટેગરી મુજબ ભાગ લેવાં નિમંત્રણ આપવામાં આવે છે.

૧ થી ૧૯ વર્ષની વયના બાળકોમાં કૃમિની તકલીફ જોવા મળતી હોય છે. કૃમિના ચેપથી બાળકોમાં લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટનો દુખાવો, બેચેની, ભુખ ન લાગવી, કુપોષણ, બાળકોમાં લોહીની ઉણપ આ તકલીફ થી બચાવવા માટે આરોગ્ય વિભાગ તરફથી તા.૮ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

કૃમિનાશક દિવસ નાં અનુસંધાને કેટેગરી મુજબ આપેલ પ્રશ્નો નાં જવાબ નો વિડીયો નીચે દર્શાવેલ વૉટ્સેપ નંબર 97279 86386 – 9824912230 – 87801 27202 નંબર પર મોકલી આપો એન્ટ્રી છેલ્લી તારીખ 8/8/2021 રાત્રે 9=00સુધી

કેટેગરી-1 (ધો.1,2,3,4)
(કે-1) કુપોષણ એટલે શું ?
કેટેગરી-2 (ધો.-5,6,7,8)
(કે-2) બાળકો માં કૃમિ નાં લક્ષણો જણાવો.
કેટેગરી-3 (ધો- 9,10,11,12)
(કે-3) કૃમિ થી બચવા માટે નાં ઉપચાર જણાવો
કેટેગરી-4 (કોલેજ નાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો તથા વાલીઓ)
( કે-4) બાળકો ને કૃમિ થી બચાવવા આરોગ્ય ની દ્રષ્ટિએ આપણે શું શું કરી શકીએ ?
આ આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા માં ભાગ લેતાં બધાજ સ્પર્ધકો ને પ્રમાણપત્રો તથા વિજેતાઓ ને શીલ્ડ આપવામાં આવશે.

એલ.એમ.ભટ્ટ – દિપેન ભટ્ટ

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર

 

(11:25 am IST)