સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st August 2022

વાંકાનેરના જાલિડા સીમ ખાતે નિર્માણ થનાર રામધામ મંદિરની કુવાડવા કમિટીના રચના

વાંકાનેરઃ સમગ્ર રઘુવંશીઓના આરાધ્‍ય દેવ ભગવાન શ્રી રામ, સંત શિરોમણી પ. પૂ.જલારામબાપા અને વીર દાદા જશરાજના વિરાટ મંદિર સંકુલના નિર્માણ માટે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર વિશ્વમા રહેતા રઘુવંશીઓને રામધામ સાથે જોડવા માટે રામધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ દ્વારા દરેક ગામ શહેર માં સ્‍થાનિક રામધામ કમિટીઓની રચના કરવા નિર્ણય કરવામાં આવેલ હોય  રામધામના સ્‍વપ્‍ન દ્રષ્ટા શ્રી જીતુભાઇના માર્ગદર્શન અને કુવાડવા રઘુવંશી પરિવાર, રામધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી ભીખાલાલ પાઉંના પ્રયત્‍નોથી કુવાડવામાં રહેતા સમગ્ર રઘુવંશી સમાજની મીટીંગ આજ રોજ મળી હતી જેમાં કુવાડવા રામધામ કમિટીની રચના કરવામાં આવેલ હતી જેમાં પ્રમુખશ્રી તરીકે શ્રી ચંદ્રકાંતભાઈ કોટેચા, ઉપ પ્રમુખ તરીકે શ્રી રાજુભાઇ કક્કડ, મહામંત્રી તરીકે શ્રી સંજય ભાઇ વિનોદભાઈ સોમમાણેક, મંત્રી તરીકે શ્રી દિનેશભાઈ કોટક તેમજ કારોબારી સભ્‍યો તરીકે સર્વશ્રી સન્નીભાઇ પાઉં, જીગ્નેશભાઈ કક્કડ, ઋત્‍વિક સોમમાણેક, સુરેશભાઈ ભિંડોરા, મહેશભાઈ ચંદારાણા, કલ્‍પેશભાઈ સોમમાણેક, ભાવેશ ડી. સોમમાણેકની વરણી સર્વાનુમતે કરવામાં આવેલ હતી.

(10:23 am IST)