સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st August 2022

મોટી પાનેલી તસ્‍કરોનો ત્રાસ : ગ્રામ પંચાયત પાણીના સંપ કેબલની ત્રીજી વાર ચોરી

તસકરોના પાપે ભર ચોમાસે ગ્રામજનો પાણીથી વંચિત : ઉપસરપંચ જતીન ભાલોડીયા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૧ : ઉપલેટા તાલુકાના તેર હજારની વસ્‍તી ધરાવતા પાનેલી મોટી ગામમાં તસ્‍કરો બેફામ બની સતત ત્રીજીવાર મોટી પાનેલી ગામને પીવાનું પાણી પુરુ પાડતા સંપના કેબલ ની ચોરી ગયા છે શનિવાર રાત્રીના તસ્‍કરોએ ફુલઝર ડેમ સાઈટ ઉપરથી અંદાજે આઠસો ફૂટ જેવા કેબલની ચોરી કરી જતા ગામને પાણી પુરુ પાડતા બન્ને કુવામા પાણી ઠાલવીના શકાતા ભર ચોમાસે ગ્રામજનો પાણી થી વંચિત રહેશે અને ફરી પાછો નવો કેબલ ફિટ થાય ત્‍યાં સુધી ગ્રામજનો પાણી વિના વલખા મારશે નવાઈની વાત એ છે કે તસ્‍કરો ને જાણે છૂટો દોર હોય એમ ઉપરા ઉપર ત્રીજીવાર આ કેબલની ચોરી કરી ગયા છે.

પહેલીવાર ચારસો ફૂટ બીજીવાર માં પંદરસો ફૂટ જેવો અને ગઈકાલે આઠસો ફૂટ કેબલ ચોરી જતા ગ્રામ પંચાયત તરફથી પાનેલી પોલીસ સ્‍ટેશનમાંᅠ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તસ્‍કર રાજ ને લીધે સર્જાઈ હોય ગ્રામજનોમાં રોષ જોવા મળેલ છે આ અંગે ગ્રામ પંચાયત સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરી તસ્‍કરોને વહેલીતકે ગિરફતાર કરી પંચાયત નો મુદામાલ પરત મળે તેવી માંગ થઇ છે. 

(10:24 am IST)