સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st August 2022

ગાંધીધામમાં તસ્‍કરોએ જ્‍વેલરીની દુકાન સાફ કરી : ૪ લાખની ચોરીથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : કચ્‍છમાં તસ્‍કરોએ તરખાટ મચાવ્‍યો છે. નાની મોટી ચોરીઓના બનાવ વચ્‍ચે ગાંધીધામમાં જવેલર્સની દુકાન સાફ કરી જતાં ચકચાર મચી ગઇ છે.

ધમધમતા ઓસ્‍લો સર્કલ પાસે નિંકુજ જવેલર્સને નિશાન બનાવી તસ્‍કરોએ શો રૂમમાં રહેલ તમામ સોના ચાંદીના દાગીના ચોરી ગયા હતા. દુકાન માલિક દીપક હરિભાઈ સોનીએ બી ડિવિઝન પોલીસમાં ૪ લાખની ચોરીની ફરિયાદ લખાવી છે.

(10:41 am IST)