ઉપલેટામાં વિઠ્ઠલભાઈ રાદડીયાની તળતીય વાર્ષિક તિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
ઉપલેટા : ખેડૂત નેતા તરીકે ઓળખાતા ભૂતપૂર્વ સાંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની તળતીય વાર્ષિક પુણ્યતિથી નિમિતે ઉપલેટા લેઉવા પટેલ સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા શહેરમાં આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ૨૦૭ રક્તની બોટલો એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવી. ઉપલેટા લેઉવા પટેલ સમાજ, ખોડલધામ સમીતી, દાસાપંથી વાડી ટ્રસ્ટ, લેઉવા પટેલ યુવક મંડળ વગેરેના ઉપક્રમે આ મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દીપ પ્રાગટય કરી વિઠ્ઠલભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી આ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ટોટલ ૨૦૭ બોટલ રક્ત એકત્રિત થયું હતું જે આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવ્યું. આ મહા રક્તદાન કેમ્પમાં સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના સુપુત્ર જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય લલિતભાઈ વસોયા, હરિભાઈ (ભોલે) ઠુમ્મર, છગનભાઈ સોજીત્રા, કળષ્ણકાંત ચોટાઈ સહિત દરેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.