સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st August 2022

જૂનાગઢ વિલીંગ્‍ડન ડેમમાં ડુબી જતા યુવાનનું મોત

 (વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૧ :  જૂનાગઢમાં વિલીંગ્‍ડન ડેમમાં ડુબી જવાથી એક યુવાનનું મૃત્‍યુ થતા એરરાટી વ્‍યાપી ગઇ હતી.

જૂનાગઢના સૈયદવાડા વિસ્‍તારમાં રહેતા માહિરખાન અમીનખાનને યુસુફ નામનો  યુવાન ગઇ કાલે સાંજે વિલીંગ્‍ડન ડેમ ખાતે ગયો હતો.

ત્‍યારે ડેમનાં પાણીમાં માહિરખાન ડુબી જતા ફાયર બ્રિગેડના કમલેશ પુરોહિત વગેરે દોડી ગયા હતા અને યુવાનની લાશ પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ એ.બી.દત્તા ચલાવી રહ્યા છે.

(1:23 pm IST)