જેતપુર-વિરપુરમાં જુગારના દરોડાઃ ૪ મહિલા સહિત ૧૪ પતા ટીચતા પકડાયા
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧ : જેતપુર અને વિરપુરમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતી ૪ મહિલા સહિત ૧૪ અને પતા ટીચતા ઝડપી લીધા હતા.
શહેર પોલીસ ઇન્સ્પેકટર ટી.બી.જાનીએ સ્ટાફના રાજુભાઇ શામળા, ચંદ્રસિંહ વસૈયા, મનદિપસિંહ જાડેજા, હિતેષભાઇ વરૂ, અભયરાજસિંહ જાડેજા, રામજીભાઇ ગરેજા, સુમીતાબેન કંડોલીયા સહિતનાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન બાતમી મળેલ કે નવાગઢ જાગૃતિપરામાં રહેતો અનીલ સોનરાત પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતા હોય રેડ કરતા તીનપતીનો જુગાર રમતા આનંદ વજુભાઇ બોસમીયા, મુકેશ સમિતભાઇ ઠાકોર (રહે.મસ્જીદધાર) રમાબેન કેશભાઇ સોનુરાત (રહે જાગૃતિપરા) લીલાબેન કનુભાઇ ભાયાણી (રહે. સરધારપુર દરવાજા) સરોજબેન જગદીશ પંડયા, રાધીકાબેન નેરન્દ્રભાઇ પંડયા (રહે. બંન્ને અવધેશ સ્કુલ પાસે) તથા મકાન માલીક અનીલ કેશુભાઇ સોનરાત સાતેય શખ્સોને રોકડ રૂા.૧૦૮૦૦ મોબાઇલ-ર મળી કુલ રૂા.૧૬,૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.
અન્ય રેડમાં વિરપુર પો. સ્ટે.ના જીજ્ઞેશભાઇ ચૌહાણ, અજીતભાઇ જણકાટ, અશોકભાઇ ઓળકીયા, જે.ડી.મજીઠીયા, પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન રેલવે સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમાતો હોય રેડ કરી જુગાર રમતા ગોવિંદ કનુભાઇ લીમેચીયા, રાજુ હરીભાઇ ચાવડા, રવીરાજ બહાદુરભાઇ વેગડ, રમેશભાઇ કાળુભાઇ મકવાણા, કિશોરભાઇ કાળુભાઇ મકવાણા, રાહુલ જગદીશભાઇ ગોસ્વામી, રાજેન્દ્ર કિશનભાઇ આચાર્ય (રહે. તમામ વિરપુર)ને રોકડા રૂા.૧૭,૬પ૦ સાથે પકડી પાડેલ હતા.
વાળા ડુંગળા ગામે પ૦ બોટલ દારૂ પકડાયો
એલ.સી.બી.ના નિલેશભાઇ ડાંગર, શકિતસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા, પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાળા ડુંગળા ગામે છાપરવાળા ડેમ પાસે રેડ કરતા બાવળની ઝાડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-પ૦ કિ. રૂા.૧પ૦૦૦નો મળી આવતા આ દારૂ રામકુ ઉર્ફે રામજીભાઇ બાવનજીભાઇ મકવાણાનો હોવાનું માલુમ પડતા દારૂનો જથ્થો વિરપુર પોલીસને સોંપી રામકુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ છે.