સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

સુરેન્દ્રનગર જિ.માં પોષણ અભિયાન અંતર્ગત કામગીરીની સમીક્ષા કરાઇ

સુરેન્દ્રનગર,તા. ૧: પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ સપ્ટેમ્બર - ૨૦૨૦ની ઉજવણી અંગે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત જિલ્લા પંચાયત સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ૧ સપ્ટેમ્બર થી  તા.૩૦ સપ્ટેમ્બર સુધી મહિલા બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ. તેમજ  સબંધિત વિવિધ શાખાઓના સંકલનથી સપ્ટેમ્બર માસમાં વિવિધ કાર્યક્રમો થકી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ દરમિયાન કોવિડ – ૧૯ ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવશે.

આ તકે સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસરશ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટે દ્વારા પોષણ માસ અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ. ડી. વાદી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત આઈ.સી.ડી.એસ. શાખાના સી.ડી.પી.ઓ.શ્રી ઉપસ્થિત રહ્યાં હતા.

(11:28 am IST)