સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને ઝડપી લેતી સુ.નગર ક્રાઇમ બ્રાંચ

વઢવાણ તા. ૧: સંદીપ સિંધ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સુચના મુજબ મ્હે. પોલીસ અીધક્ષક મહેન્દ્ર બગડીયાએ નાસતા ફરતા ગુન્હેગારો તથા પેરોલ ફર્લો રજા પરથી જેલમાં હાજર થઇ પેરોલ જમ્પ થયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા અસરકારક કાર્યવાહી કરવા ડી.એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરને આપેલ હતી.

જે અન્વયે ડી. એમ. ઢોલ, વી. આર. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફની તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી. ધ્રાંગધ્રા સીટી પો. સ્ટે. ઇ.પી.કો. કલમ-૩૦ર તથા આર્મ્સ વિગેરે ગુન્હામાં સંડોવાયેલ આરોપી પરેશભાઇ હમીરભાઇ કલોતરા રબારી રહે. ધ્રાંગધ્રા નરશીપરા વાળો સને ર૦૧૩ થી સદર કેસમાં ધ્રાંગધ્રા સબ જેલમાં હોય. મજકુર આરોપીએ નામ. કોર્ટથી દિન-૮ ની પેરોલ રજામાં છુટેલ અને તા. ૧૦/૦પ/ર૦૧૯ થી જેલમાં હાજર થઇ પેરોલ જમ્પ થયેલ. ત્યારથી આજદિન સુધી નાસતો ફરતો રહી પોતાના સાગરીતો સાથે ગુન્હાઓ કર્યા હતા.

પો. ઇન્સ. ડી. એમ. ઢોલની સુચના મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા મજકૂર આરોપીની તપાસ હાથ ધરતા મજકુર આરોપી ધ્રાંગધ્રા તથા મુળી તથા હળવદ તાલુકાના ગામોની સીમ વિસ્તારમાં આશરો લેતો હોવાની ખાનગી હકીકત મળતા તપાસ દરમ્યાન આરોપી પરેશભાઇ હમીરભાઇ રબારી રહે. ધ્રાંગધ્રા, નરશીપરા તા. ધ્રાંગધ્રા વાળો હાલે મુળી તાલુકાના સરા ગામે હળવદ બસ સ્ટેન્ડ ખાતે રહેતા સોહીલ કાસમભાઇ દીવાનના રહેણાંક મકાનમાં છુપાયેલ છે.

આથી બાતમીવાળી રહેણાંક મકાનને ઉપર દરોડો પાડી આરોપી પરેશભાઇ હમીરભાઇ કલોતરા રબારીને ઝડપી પાડેલ. મજકુર આરોપીની અંગઝડતી કરતા તેના કબ્જામાંથી એક દેશી હાથ બનાવટની પીસ્ટલ કિં. રૂ. રપ,૦૦૦/- તથા નંબર પ્લેટ વગરનું બજાજ સીટી-૧૦૦ મો. સા. કિ. રૂ. ૧પ,૦૦૦/- સાથે મળી આવતા મજકુર ઇસમની હથિયાર તથા મો.સા. બાબતે પુછપરછ કરતા સદર હથીયાર પીસ્તોલ વિરેન્દ્ર ઉર્ફે વેદતો સન/ઓફ ભાયાભાઇ દલસીંગભાઇ લોહારીયા જાતે આદીવાસી વાળા પાસેથી એકાદ વર્ષ પહેલા વેચાતું લીધેલ તેમજ મોટર સાયકલ રમેશભાઇ રજપુત રહે. ચિત્રોડી, મોરબી વાળા પાસેથી લીધેલ હોવાનું તેમજ પેરોલ જમ્પ દરમ્યાન જુદા જુદા ગુન્હાઓ આચરેલ હોવાની કબુલાત આપતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર ઇસમને હથિયારધારા હેઠળ અટક કરી મુળી પોલીસ સ્ટેશન ખાતે સોપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલ તથા પો.સ.ઇ. વી.આર. જાડેજા તથા પો. હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો. કોન્સ. કલ્પેશભાઇ જેરામભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. ભરતસિંહ મીરભા તથા ગુલામરસુલ કાસમભાઇ તથા પો. કોન્સ. અજયસિંહ વિજયસિંહ તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અશ્વિનભાઇ કરશનભાઇ તથા સંજયભાઇ પ્રવીણભાઇ એ કરી હતી.

(11:35 am IST)