સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

પોરબંદરઃ સરકારની મફત શિક્ષણ યોજનાનો લાભ નબળા વર્ગના પુરતા વિદ્યાર્થીઓને મળતો નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ :.. સરકાર મફત શિક્ષણ આપવાના કાયદા બનાવે છે. અમલી બનાવે પરંતુ જુઠાણાના આશ્વાસન સિવાય મફત શિક્ષણનો લાભ મળતો નથી પાછલે બારણે સરકાર શિક્ષણનો વ્યાપાર કરનાર હાટડા ચલાવનાર પ્રોત્સાહન આપી રહી છે. ટૂંકમાં શિફત પૂર્વક મફત શિક્ષણ આપવાની વાત ભૂલાવી રહી છે. મફત શિક્ષણનો કાયદો બુઠ્ઠો બનાવી રહી છે. ભાગ્યેે જ કોઇને અણસાર આવે. ભારતની વડી અદાલતો, સર્વોચ્ચ અદાલત પણ સરકારને મફત શિક્ષણ માટે માર્ગદર્શન આપે છે. ટકોર કરે છે. સરકાર વતી ઉપસ્થિત રહેનાર એડવોકેટ સોલીસીટર જનરલ ધારદાર રજૂઆત કરી ન્યાય અદાલતમાંથી રાહત મેળવે છે. પરંતુ તે પણ સરકારને કાન ઉમેળી વડા અદાલત કે સર્વોચ્ચ  અદાલતને અપાયેલ ખાત્રી - વિશ્વાસનો અસરકારક અમલ કરાવવામાં રૂકજાવ-મૌન-પોતાની ફરજ જવાબદારી ધર્મને વચ્ચે અંતર રાખી દયે છે.

સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયતથી લઇ જીલ્લા પંચાયતો, નગર પાલીકાઓથી લઇ મહાનગર પાલીકાઓ હાઉસ ટેકસ વેરા સાથે શિક્ષણ ઉપકર વસુલ કરે છે જે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન છે. આ શિક્ષણ કર મફત શિક્ષણ આપવા માટે વસુલાય છે. સને ૧૯૬૧ ની આસપાસ કે ત્યારબાદ આ કર દાખલ કરવામાં આવેલ છે. સ્પષ્ટ હેતુ છે. ભારતના રાષ્ટ્રપતિના નામથી આ કર દાખલ કરવામાં આવેલ. જેથી સમગ્ર ભારતમાં મફત શિક્ષણ મળી રહે. તિજોરીમાં - શિક્ષણ કર જેમને જવાબદારી કર ઉઘરાવવાની સોંપી છે. તે તપાસ જરૂરી છે.

હિન્દુસ્તાન ભારત તા. ૧પ મી ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્ર થયું શિક્ષણ સ્વતંત્ર હતું. માધ્યમિક - હાઇસ્કુલમાં વિદ્યાર્થી સંગઠન યુનિયન કાર્યરત હતાં. તેનું સંચાલન સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવતું કોઇ રાજકીય હસ્તક્ષેપ નહીં કે દખલગીરી નહીંે જે તે સમયના ધારાસભ્યો, નગરસેવકો, સાંસદ સભ્યો અચૂક પોતાની જવાબદારી ફરજ ધર્મ સમજી વિદ્યાર્થી યુનિયનના મોભીઓની મુલાકાત લેતાં તેમજ શાળાના મુખ્ય આચાર્યો પણ મહિનામાં એકવાર મીટીંગો કરી વિદ્યાર્થીના પ્રશ્નો જાણી ઉકેલ લાવવામાં સહાયભૂત થતાં કે રાજકિય દખલગીરી નહીં. તેનું એક ઉદાહરણ નોંધનીય ઇતિહાસ છે.

ભાવસિંહજી હાઇસ્કુલના વિદ્યાર્થી પ્રયી-અને ફ્રેન્ચ ભાષામાં નિપૂર્ણ ગણાતા નિવૃત સ્વ. પી. બી. સાગરની કોઇ અગમ્ય કારણસર વિનાકુસુરે બદલી કરવામાં આવી. બાલુબા કન્યા વિદ્યાલયમાં જ ટ્રાન્સફર કરાયેલ. અને વિદ્યાર્થી યુનિયન દ્વાર સરકારમાં બદલી રોકવા રજૂઆત થઇ સૌરાષ્ટ્ર સરકાર સત્તામાં શિક્ષણ મંત્રી તરીકે સ્વ. ઉર્મીલાબેન તેમની સમક્ષ બદલી રોકવા રજૂઆત થઇ પરંતુ રજૂઆત પ્રત્યે શિક્ષણ મંત્રીશ્રીએ વાતને ધ્યાને લીધી નહીં. ત્યારે વિદ્યાર્થી યુનિયને નિર્ણય લીધેલ. જે તે સમયના જી. એસ.  હરદાસભાઇ  (પોરબંદર જી.ઇ.બી. નિવૃત સુપ્રીટેન્ડન્ટ)ના આગેવાનીમાં ભગુભાઇ દેવાણી, મગનલાલ પી. મોઢા વિગેરેએ લોખંડી રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીનું  શસ્ત્ર ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ વર્ગમાં જવું નહીં સારો પ્રતિસાદ મળ્યો, શિક્ષણ બંધ થયું  વિદ્યાર્થીઓ વર્ગમાં દાખલ થવાનું બંધ કરવામાં આવ્યું.

સવારના વિદ્યાર્થીઓ ૧૦-૩૦ વાગે શાળાએ એકઠા થાય. આંદોલન બાબત ચર્ચા સાથે નવા કાર્યક્રમ નકકી કરાય. એકાદ અઠવાડીયું શિક્ષણ કાર્ય ઠપ્પ થયું. આંદોલન લાંબુ ચાલશે જણાતા પરીક્ષાના દિવસો એક તરફ ભાવસિંહજી હાઇસ્કુલનો 'કમહોત્સવ' ની ઉજવણી વિદ્યાર્થી યુનિયન જે તે સમયના જી. એસ.  હરદાસભાઇ બી. બાપોદરાની આગેવાનીમાં સક્રિય યુનિયન કાર્યકરો  ભગુભાઇ દેવાણી, મગનલાલ પી. મોઢા, કારોબારીએ નિર્ણય લીધેલ શાળા રૂમમાં પ્રવેશ કરવો નહીં શિક્ષણ કાર્ય બગડે નહીં તે માટે શાળા વર્ગમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને ભાવસિંહજી હાઇસ્કુલના ખુલ્લા મેદાનમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યુ ધોરણ ૮ થી ૧૧ (જુનુ એસએસસી) વિદ્યાર્થી સંગઠને ચમત્કાર સર્જેયો, શાળા શિક્ષકો, આચાર્ય સૌ અચંબામાં પડી ગયા આશ્ચર્ય ચકિત થયા.

જે રીતે શિક્ષક વર્ગ ખંડમાં ભણાવે તે જ રીતે વિદ્યાર્થી અવર પ્રમાણે પીરીયડ લ્યે ભણાવે છે. અવર શિક્ષકની જેમ વિદ્યાર્થી શિક્ષક અવર બદલના રહેતા શિક્ષણ કાર્ય સવારના ૧૧ વાગ્યાથી શરૂ થાય. બપોરના ૧-૪પ રીસેસ. બીજી પાળી ર-૩૦ શરૂ થાય અને ૪-૩૦ પૂર્ણ થાય. શનિવારે સવારના ૮ થી ૧૧ સુધી રવિવાર તહેવારોની રજા પ્રસંગોપાત શિક્ષણને લગતા પ્રવચનો ગોઠવાય. બહાર નિષ્ણાત પણ આવે. આ સમય દરમ્યાન વિદ્યાર્થ યુનિયન સાથે બહારથી માર્ગદર્શન આપનાર કનુભાઇ પી. દાવડા સહરાની માર્ગદર્શન વિદ્યાર્થી શકિતનો જુસ્સો જળવાય. વિક્ષેપ કે કહલનું વાતાવરણ દુર અને બીજી કોઇ વ્યકિત દખલગીરી કે ગેરલાભ લ્યે નહીં તેની વોચ રાખવાની જવાબદારી ફરજ અદા કરતાં.

આ સમય દરમ્યાન સ્વ. માલદેવજીભાઇ એમ. બોડેદાએ વકીલાત પ્રેકટીશ શરૂ કરી આ વિસ્તારમાંથી ધારાસભ્યપદ ચુંટાયેલ. જવાબદારી આવી. તેઓશ્રીએ ધારાસભ્યશ્રી તરીકે ફરજ અદા કરી ભાવસિંહજી હાઇસ્કુલે રૂબરૂ વિદ્યાર્થીઓની યુનિયન નેતાઓની મુલાકાત લીધી. પૂર્ણ માહિતગાર બનેલ. શિક્ષણ કથળતું નથી. છતાં વર્ગનાં વિદ્યાર્થીની ગેરહાજરી વિગત અહેવાલ તૈયાર કર્યો સૌરાષ્ટ્ર સરકારને સોંપ્યો સરકારને ઝૂકવું પડયું. શિક્ષણ મંત્રીશ્રી ઉર્મીલાબેન ભટ્ટે ભાવસિંહજી હાઇસ્કુલના ફ્રેન્ચ શિક્ષક  પી. વી. સાગરને બદલીનો હુકમ રદ કર્યો. શિક્ષણ મંત્રી ઉર્મીલાબેન ભટ્ટે પોરબંદર આવવું પડેલ. વિલા સરકીટ હાઉસે મુકામ કરી રજૂઆત સાંભળી સ્થળ પર બદલી રોકતાં હુકમ કરેલ. સુખદ સમાધાન થયું. આજના વિદ્યાર્થી યુનિયનના મોભીઓ - નેતાઓએ પોતાની ફરજ જવાબદારી નિભાવવામાં ઘણા નબળા પુરવાર થયા છે. થતા જાય છે.

(11:36 am IST)