સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

મોરબીના મચ્છુ ર ડેમ પુનઃનિર્માણ બાદ ૩૦ વર્ષમાં ૧૭ વખત ઓવરફલો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧ : મોરબી શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ જળહોનારતમાં તૂટી ગયા બાદ પુનઃનિર્માણ પામ્યો છે અને ૧૯૯૦ ની સાલથી શરુ કરીને અત્યાર સુધીમાં ડેમ ૧૭ વખત ઓવરફલો થયો છે.

મચ્છુ ૨ ડેમના ઇન્ચાર્જ ધર્મેશ વાઢેર પાસેથી મળતી માહિતી મુજબ મોરબીનો મચ્છુ ૨ ડેમ જળહોનારતમાં વર્ષ ૧૯૭૯ માં તુટ્યો હતો અને બાદમાં પુનઃ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું જે ૧૯૯૦ ની સાલમાં પૂર્ણ થયું હોય ત્યારબાદથી અત્યાર સુધીમાં એટલે કે ૩૦ વર્ષમાં ડેમ ૧૭ વખત ઓવરફલો થયો છે

મોરબી-માળિયા જૂથ યોજના, લીલાપર ખાનપર યોજના અને મોરબી નગરપાલિકા સહીતની યોજના હેઠળ કુલ ૧૧૮ ગામોને મચ્છુ ૨ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ૧૧૮ ગામોને પીવાનું પાણી આપવા ઉપરાંત ૧૪ ગામોને કેનાલ મારફત સિંચાઈનો પણ લાભ મળી રહ્યો છે મચ્છુ ૨ ડેમમાં મહત્ત્।મ ૧૮ દરવાજા ૧૨ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ગત તા. ૨૩ ઓગષ્ટના રોજ ૧,૩૫,૦૦૦ કયુસેકની મહત્ત્।મ આવકને પગલે ડેમના ૧૮ દરવાજા ૧૨ ફૂટ ખોલવામાં આવ્યા હતા અને હાલ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયેલ હોવાનું પણ જણાવ્યુ.

(11:38 am IST)