સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

રાજકોટ નાગરિક સહકારી બેંક જેતપુર શાખા દ્વારા આત્મનિર્ભર લોન યોજનાના પ્રતિક રૂપે ચેક વિતરણ કરાયા

(નિતીન વસાણી) નવાગઢ તા.૧ : રાજકોટ નાગરિક સહકારી બેંક જેતપુર શાખા ખાતે  આત્મનિર્ભર યોજના અંતર્ગત ગ્રાહકોને ચેક વિતરણ  કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગેરાજયના કેબિનેટ મંત્રી  જયેશભાઈ રાદડિયા સાથે પૂર્વ રાજયમંત્રી  જસુમતીબેન કોરાટ તથા જેતપુર નવાગઢ સંયુકત નગરપાલિકાના પ્રમુખ  કુસુમબેન સખરેલીયા, ઉપપ્રમુખ  રાજેશભાઈ ઉસદડીયા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય  મનસુખભાઈ ખાચરીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલ પ્રભારી ડિરેકટર  કાર્તિકેયભાઈ પારેખ, જેતપુર શાખાના કન્વીનર  છગનભાઈ ઊસદડીયા, જેતપુર શાખાના જોઈન્ટ કન્વીનર  હિતેશભાઈ રાવલ તથા જેતપુર શાખાના સ્થાનિક સલાહકાર સમિતિના સભ્યો  વિઠ્ઠલ ભાઈ કણજારીયા, હિંમતભાઈ બુટાણી, ડોકટર વેકરીયા સાહેબ, ડોકટર લાખાણી સાહેબ, ભાવેશભાઈ રામાણી,  નરેન્દ્રભાઈ કોટડીયા,  જવાહરભાઇ જોગી હાજર રહેલ અને લાભાર્થીઓને ચેક વિતરણ કરેલ. આ તબક્કે કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી ચીફ મેનેજર  ડો. હિતેશભાઈ શુકલએ કરેલું હતું.

સ્વાગત પ્રવચનમા  છગનભાઈ એ જણાવેલ કે ગુજરાતની સંવેદનશીલ સરકારે કોરોના કાળમાં નાના વેપારીઓને સહાયરૂપ થવા માટે આત્મનિર્ભર એક અને આત્મનિર્ભર બે આવી યોજનાઓ આપેલી છે. યોજનામાં ગુજરાત રાજયમાં રાજકોટ નાગરિક સહકારી બેંક તરફથી વધુ ધિરાણ કરેલ છે અત્યાર સુધીમાં ૧૪૮.૨૨ કરોડના આત્મનિર્ભર વનના ૧૪૯૦૦ લોકોને ધિરાણ આપવામાં આવેલ છે તથા આત્મનિર્ભર ટુ માં ૧૯૦૦ લોકોને ૨૮.૦૧ કરોડથી વધારે ધિરાણ આપવામાં આવેલ છે.

જેતપુર શાખાએ ૭૮૧ લોન અરજીઓનો નિકાલ કરી અને ૭.૯૫ કરોડ રૂપિયાના નાના વેપારીને ધિરાણ આપેલ છે જેની વ્યાજની સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવવાની છે. આટલા ટૂંકા ગાળામાં આટલી બધી લોન અરજીઓ કરવા બદલ શાખાના બ્રાન્ચ મેનેજર  લલીતભાઈ નિર્મળ લોન ઓફિસર  વિશાલભાઈ પાદરીયા તથા સંદીપભાઈ જસાણી અને અન્ય તમામ સ્ટાફને શુભકામના પાઠવી હતી.

પ્રાસંગિક ઉદબોધનમાં કેબિનેટ મિનિસ્ટર  જયેશભાઇ રાદડિયાએ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને બેંકની કામગીરી ને બિરદાવી હતી. પૂર્વ રાજયમંત્રી જસુમતીબેન કોરાટ એ જણાવ્યું હતું કે સરકાર  દ્વારા લોકડાઉનમાંં અને ત્યારબાદ અન્ય લોકોમાં પણ ફરીથી નાનો વેપારી બેઠો થાય સમાજ ફરીથી ઉભો થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આત્મનિર્ભર લોન યોજના આપેલી છે. આ યોજનામાં સરકારની વ્યાજ સહાય છે. જયેશભાઈએ પોતાની આગવી છટામાં માર્મિક રીતે ટકોર પણ કરી હતી કે જેમણે લોન લીધેલી છે તેમણે હપ્તા ભરવાના છે રાજય સરકાર વ્યાજ સબસિડી આપી રહી છે

કાર્યક્રમના અંતે બેંકના જેતપુર શાખાના જોઈન્ટ કન્વીનર  હિતેશભાઈ રાવલે આભારવિધિ કરેલ.  બેંકના ઉદ્યમી ગ્રાહકોને લોન તો તેમના ડિજિટલ એકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી પરંતુ પ્રતીકરૂપે ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો.

(11:38 am IST)