સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

ધોરાજીમાં વધુ ૧૪ કેસ

કોરોનાનો કાળો કેર પાંચમી સદી તરફ જતું ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧ : ધોરાજીમાં કોરોના એ કાળોકેર સજર્યો છે પાંચમી સદી તરફ જઇ રહ્યો છે કોરોના વધતાં જતાં સંક્રમણને જોતા  બેદરકારીના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે આરોગ્ય અધિકારીની વહાલા-દવલાની નીતિ ને કારણે કોરોના નું સંકરણ ધોરાજીમાં ગલીએ-ગલીએ પહોંચ્યું છે.

આરોગ્યના અધિકારીઓ હો મીડિયા અને સાચી માહિતી પણ આપવામાં નિષ્ફળ ગયા છે શા માટે ચુસ્ત નિયમ પાળવામાં આવતો નથી.

નાના એવા ધોરાજીમાં કોરોના પોઝિટિવ ૪૫૭ કેસ નોંધાઈ ચુકયા છે છતાંે પ્રજા ભગવાન ભરોસે છે આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ આવી રહ્યા છે તો શા માટે ધોરાજીની ચિંતા કરતા નથી શા માટે પગલાં લેવાતા નથી તે પણ એક ચર્ચાનો વિષય ધોરાજીમાં બન્યો છેગઈકાલે સાંજ સુધી માં આવેલા ૧૪ જેટલા કોરોના પોઝિટિવ ના વિસ્તારની યાદીમાં (૧) ધોરાજીના બસ સ્ટેશન પાસે રહેતા ૩૫ વર્ષીય (૨) ધોરાજી નાં ચૂના ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય પુરૂષ (૩) ધોરાજીનાં જીન પ્લોટ પાસે રહેતા ૭૫ વર્ષીય પુરૂષ (૪) ધોરાજીનાં હીરપરા વાડી વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય (૫) ધોરાજીનાં હીરપરા વાડી માં રહેતા ૪૫ વર્ષીય મહિલા (૬) ધોરાજી નાં કૈલાશ નગર માં રહેતા ૪૯ વર્ષીય પુરૂષ (૭) ધોરાજીનાં વાડી પ્લોટ માં રહેતા ૩૨  વર્ષીય પુરૂષ (૮) ધોરાજીનાં હીરપરા વાડીમાં રહેતા ૬૦ વર્ષીય પુરૂષ (૯) ધોરાજીનાં રાખોલિયા શેરીમાં રહેતાં ૪૫ વર્ષીય પુરૂષ (૧૦) નગરપાલિકા માં ૪૦ વર્ષિય પુરૂષ (૧૧)જમનાવડ રોડ પર સિંધી સોસાયટીમાં ૬૫ વર્ષિય વુદ્ઘ (૧૨) ગરબી ચોક ખરાવડ પ્લોટમાં ૫૦ વર્ષિય (૧૩) સંતોષી માં ગરબી ચોકમાં ૪૧ વર્ષિય પુરૂષ (૧૪) કુંભારવાડા પરબની જગ્યામાં ૨૦ વર્ષિય યુવક સોમવારે એક ૫૨ વર્ષીય પુરૂષનું કોરોના ને કારણે મૃત્યુ થયેલ છે. ધોરાજી માં કોરોના ને કારણે ૨૪ મૃત્યુ થયેલ છે.

(1:00 pm IST)