સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

અમરેલી જિ.ના ખેડુતોને નુકશાની વળતર આપવા ભારતીય કિસાન સંઘની માંગ

ભારતીય કિશાન સંઘ રાજુલાના હોદ્દેદારોએ પાઠવ્યું આવેદન

(શિવરાજગોર દ્વારા) રાજુલા તા. ૧ : ભારતીય કિસાન સંઘ અમરેલી જીલ્લાના આગેવાનોએ જિલ્લા સતત પડી રહેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ થયેલ હોય ખેડુતોની તુવેર, તલ, મગ જેવા પાકો નિષ્ફળ ગયેલ હોય તાકીદે ખેડુતો માટે સહાય પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.

આવેદનમાં જણાવેલ છે કે વરસાદ થયો છે તે સતત વરસી રહેલો છે તેનાથી પાકનું ઉત્પાદન ન મળે કે કેમ એતીનિષ્ણાંતો મંતવ્ય લેવા સતત વરસાદના વરસાદથી નદી કાંઠાના ખેતર જે ડુબમાં ગયેલ છે. તે જમીનનો તાત્કાલીક સર્વે કરવો અને સહાય ચુકવવી.

સતત વરસાદ પડે છે. તે પાક પાણીમાં જ છે ઉત્પાદન મળે તેમ નથી તેમની સર્વેની કામગીરીમાં ખેડુતોને વિશ્વાસ નથી તો તાત્કાલીક રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલીક વળતર ચુકવવું. મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં ફેરફાર કરી ખેડુતોને જે હાલની જે પાકની નુકસાની થાય છે તેમાં સમાવેશ કરવાની માંગણી છે.

ટેકાના ભાવથી ખરીદીની પ્રક્રીયા તાત્કાલીક ચાલુ કરવી ઉત્પાદન થયેલ તમામ ખેતી પાકોને ટેકાના ભાવથી ખરીદી અથવા વેચાણ થાયતે એ.પી.એમ.સી.માં વ્યવસ્થા કરવી જેવા પ્રશ્નને રાજુલા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જણાવેલ હતું.

(1:01 pm IST)