સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

પોરબંદર જી.ઇ.બી. ના સામાનની ચોરીનો ભેદ ઉકેલતી કમલાબાગ પોલીસ : લોખંડ અને વાયરના ભંગાર સાથે છ આરોપીઓ ઝડપાયા

 પોરબંદર : પોરબંદર જીઇબીના સામાનની ચોરીનો ભેદ કમલાબાગ પોલીસે ઉકેલી નાખ્યો છે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે

 જૂનાગઢ  રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકરી મનીંદર પ્રતાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષકડો.રવિ મોહન સૈની  દ્વારા મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે થયેલ સુચના મુજબ તેમજ પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. જે.સી.કોઠીયા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એન.રબારીના માર્ગદર્શન  હેઠળ પો.સબ.ઇન્સ.  એચ.એન.ચુડાસમા પોલીસ સ્ટાફ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

 દરમ્યાન પો.હેડ કોન્સ ભરતસીંહ તથા લોકરક્ષક અક્ષયભાઇ ને બાતમી મળેલ કે, ઠકકરાર હોસ્પિટલ પાસે આવેલ બ્રહ્માકુમારી પાસે આવેલ પંપ હાઉસની પાસે બાવળની કાંટમાં અમુક ઇસમો ભંગારની હેરાફેરી કરે છે. જે હકીકત આધારે સદર જગ્યાએ ઝડતી કરતા કૂલ - શખ્શો  ભંગારનો ઢગલો કરી ભંગારની હેરફેર કરતા હોય જેથી તમામને સામાન બાબતે પુછતા પોતે છેલ્લા બારેક દિવસ દરમ્યાન દિવસ-રાત દરમ્યાન થોડો થોડો લોખંડ તેમજ  વાયરનો ભંગાર પ્રાગા બાપાના આશ્રમ સામે આવેલ જી..બી ઓફીસના કંપાઉન્ડ માંથી ચોરી કરી ભેગો કરેલાની કબુલાત આપેલ હતી

 સદરહુ ભંગાર ની કિ.રૂ.૪૩૦36 ગણી ઉપરોકત ગુન્હાના કામે મુદામાલ કબ્જે કરવામાં આવેલ અને કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ..નં પાર્ટ .- ૧૧૨૧૮૦૦૯૨૦૦૧૪૨૪/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુન્હાના ચોરીમાં ગયેલ જી..બી. નો માલ સામાનનો મુદામાલ હોય ગુનાનો ભેદ ઉકેલાઇ ગયેલ હતો. જેથી તમામ આરોપીઓ સામે આગળની કાર્યવાહી કરવા સારુ તેઓને કોવીડ-૧૯  ટેસ્ટ માટે ભાવસીંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.  

આરોપી () દિનેશ ઉફે લંગડો કમાભાઇ સોલંકી( ઉવ.૩૦ )() સંજય ઉફે ટંડો અશોકભાઇ સોલંકી ઉવ.૨૨ () રાહુલ ઉફે રધુ રવજીભાઇ સોલંકી ઉવ.૨૬  () રાજન પ્રભાત ઉફે પરબતભાઇ સોલંકી ઉવ.૨૧ () પપ્પુભાઇ અશોકભાઇ સોલંકી ઉવ.૨૩ () અજય ઉફે દાઢી બાબુભાઇ ચુડાસમા ઉવ.૨૨ રહે. તમામ પ્રાગાબાપાના આશ્રમ પાસે વી.વી.બજાર પોરબંદર સામે કાર્યવફાહી હાથ ધરી છે
કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પો... એચ.એન.ચુડાસમા તથા .એસ.આઇ. વી.એસ.આગઠ , પો.હેડ.કોન્સ જે.આર.કટારા ,બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ , કનકસિંહ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇ , ચંદુભા વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(1:00 am IST)