સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st October 2021

સુરેન્દ્રનગરમાં મોટું સોનું ગાળતી પેઢી પર કુખ્યાત ગેંગ ત્રાટકે તે પહેલા જ ઝડપાઈ ગઈ

વિવિધ શહેર જિલ્લા પોલીસ સાથે સંકલન રાખવાની રાજકોટ રેન્જ વડા સંદીપસિહની રણનીતિને વધુ એક સફળતાઃ રાજકોટ પોલીસની માહિતી સચોટ પુરવાર થઈ સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડિયા અને વિભાગીય વડા હિમાંશુ દોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.વી.ત્રિવેદી ટીમે લાલા સહિત ૭ને સકંજામાં લીધાઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર ડી.વી.બસિયાના સુરેન્દ્રનગર જિલ્લાના અનુભવ ઉપયોગી નીવડ્યોઃ પીએસઆઈ પી.એમ ધાખડા અને એસઓજી પીઆઇ આર.વી. રાવલ ટીમની સક્રિયતા પણ કાબિલે દાદ

રાજકોટ તા. ૧,  રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ દ્વારા પોતાના તાબા હેઠળના તમામ જિલ્લાઓમાં ગુનેગારો પ્રવેશ કરે તો તુરત જ પકડાઇ જાય તે માટે ગુજરાતના વિવિધ શહેર જિલ્લાઓની ક્રાઈમ બ્રાન્ચ અને એસ. ઑ.જી સાથે સંકલનની અદભૂત સાંકળ રચવાની આપેલ સૂચનાનો સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડિયા અને વ્યાપક નેટવર્ક ધરાવતા સુરેન્દ્રનગર વિભાગીય વડાં દ્વારા ચુસ્તતાથી અમલ કરવાની રણનીતિ ફરી રંગ લાવી છે, જીવલેણ હથિયારો સાથે સોની વેપારીને ત્યાં ૭ શખ્શોની ગેંગ ત્રાટકે તે પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સાથેના સંકલન આધારે તેમની બાતમી આધારે ઝડપી લેવાયા છે.

 સુરેન્દ્રનગર એસપી અને વિભાગીય પોલીસ વડા દ્વારા ઉકત બાતમી આધારે સ્ટાફને જાગૃત કરી અને તે બાબતે ખાસ માર્ગદર્શન આપેલ.

  દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર ડી.વી.બસિયા કે જેઓ લીંબડીના ડીવાયએસપી તરીકે ફરજના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની ગુનાખોરી અને સારા નરસા માણસો સાથે પરિચિત હોવા સાથે ખૂબ રસપૂર્વક ફરજ બજાવતા ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ પીએસઆઈ પી.એમ.ધાખડા તથા રેકોર્ડ બ્રેક ડૃઞસ ઝડપનાર રાજકોટ એસઓજી પીઆઇ આર.વાય.રાવલ ટીમ દ્વારા મળેલ પરફેકટ બાતમી આધારે ૭ શખ્સોની ગેંગને હથિયારો સાથે સુરેન્દ્રનગર સિટી પીઆઇ વી.વી ત્રિવેદી ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ.       

 આરોપીઓ દ્વારા શિવાજી નામથી જાણીતી સોનું ગાળવાની કામગીરી કરતા સુભાષભાઈ ત્રિવેદીને ત્યાં ત્રાટકે તે પહેલા જ આબાદ સકંજામાં આવી ગયેલ.

પોલીસ દ્વારા જે આરોપીઓને ઝડપી લેવાયા છે તેવા શખ્શો આ મુજબ છે.

(૧) વિપુલભાઇ ઉર્ફે લાલો સ.ઓ ભુપેન્દ્રભાઇ ચંદુલાલ ફીચડીયા જાતે-સોની અંબામીકેનીક પાછળ પ્રજાપતિનિ વાડી પાસે સત્યમ પાર્ક શેરીનં-૭ (ર) અજીતસિંહ સ.ઓ હેમુભાઇ દાજીભાઇ સોલંકી જાતે-કારડીયા રાજપુત  તા-વઢવાણ જી-સુ.નગર (૩) રાજભાઇ સ.ઓ સ.ઓ મુળુભાઇ અરજણભાઇ મોરી જાતે-રબારી   સોસાયટી સંજયનગર (૪) સાગરદાન સ.ઓ મુળુભાઇ નોંઘાભાઇ બાટી જાતે-ગઢવી ઉ.વ-૩૦ ધંધો મંદીર પાસે તલાવડી પાસે તા-લાલપુર જી-જામનગર મુળગામ-મેદરડા  (૫) અભીષેકભાઇ સ.ઓ ઇશ્વરદાન હરદાનભાઇ સુરુ જાતે-ગઢવી ઉ.વ-૨૫ બાયપાસ વિશ્વકર્મા સોસાયટી મુળ ચારણીયા પાદરમા તા-વડીયા જિ-અમરેલી (૬) રજનીકભાઇ સ.ઓ બાલુભાઇ વલ્લભભાઇ કાનાણી જાતે-પટેલ ઉ.વ-() મકાનનં-૧૭૨ ઉમરા વેલેજા ગામ મુળ રહે-ઘંટીયાણ તા-બગસરા જી-અમરેલી (૭) હરેશભાઇ સ.ઓ કરશનભાઇ ગણેશભાઇ હડીયલ જાતે-દલવાડી ઉ.વ-૩૫ તા-વઢવાણ જી-સુ.નગર

 કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઃ  (૧) વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર સુરેન્દ્રનગર સીટી એડીવી.પો.સ્ટે. (૨) એ.એસ.આઇ સવજીભાઇ વાલાભાઇ દાફડા (૩) પો.હેડ.કોન્સ ધનરાજસિંહ જશુભા વાઘેલા (૪) પો.હેડ.કોન્સ વિજયસિંહ જોરુભા ડોડીયા (૫) પો.હેડ.કોન્સ મુકેશભાઇ મનુભાઇ ઉતેળીયા (૬) પો.હેડ.કોન્સ હારૂનભાઇ ગુલાબભાઇ કુરેશી (૭) પો.કોન્સ કીશનભાઇ વેલાભાઇ ભરવાડ (૮) પો.કોન્સ દિનેશભાઇ ઘનશ્યામભાઇ સાવધરીયા

(12:11 pm IST)