સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st October 2021

ઉનાના ગરાળમાં જૂગાર રમતા ૬ શખ્સો ૬૬ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૧ :.. તાલુકાના ગરાળ ગામે શહેરમાં જૂગાર રમતા ૬ શખ્સોને ગીર સોમનાથ જીલ્લા એલસીબી પોલીસે રોકડા રૂપિયા ૬૬ હજાર પ૦૦ સાથે પકડી પાડેલ છે.

ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠી ત્થા મદદનીશ જીલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટની સુચનાથી ગીર સોમનાથ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઇ જેસીંગભાઇ વાઢેર તથા સ્ટાફે ઉના તાલુકાના ગરાળ ગામે જઇ રેડ કરતા જાહેરમાં રૂપિયાની હારજીતનો જૂગાર રમતા (૧) ભરતસિંહ રાજાભાઇ પરમાર (મોઠા) (ર) લાલજી ત્રિકમભાઇ બાંભણીયા (કાણક બરડા) (૩) દિલીપસિંહ રામસિંહ ચાવડા (ગરાળા), (૪) લાખાભાઇ દિલીપસિંહ મેવાડા (ગરાળ) (પ) ખોડુ કાનાભાઇ જાદવ  (ગરાળ) (૬) માધુભાઇ લાખાભાઇ ગોહીલ  (મોઢા) વાળાએ રોકડા રૂપિયા ૬૬ હજાર પ૦૦ ત્થા તીનપતીના  સાહિત્ય સાથે પકડી પાડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(12:19 pm IST)