સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st October 2021

મુન્દ્રા ૨૧,૦૦૦ કરોડના ચકચારી ડ્રગ્સ કેસમાં વૈશાલી અને સુધાકરના વધુ એક દિ'ના રિમાન્ડ

ભુજ,તા. ૧:  મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડના ચકચારી ડ્રગ્સ કેસમાં આયાતકાર કંપની આશી. એન્ટરપ્રાઈઝ ચેન્નાઈના માલિક દંપતીના વધુ એક દિ' ના રિમાન્ડ મંજૂર કરાયા છે.

ભુજની નાર્કોટિકસ કોર્ટના ખાસ જજ સી.એમ. પવારે આજ સાંજ સુધી આરોપી દંપતી વૈશાલી અને સુધાકરના જામીન મંજૂર કર્યા છે.

અગાઉ દસ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ ગઇકાલે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને ડીઆરઆઈ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરાઈ હતી. ડીઆરઆઈ વતી ખાસ નિયુકત કરાયેલ ડીજીપી કલ્પેશ ગોસ્વામીએ દલીલો કરી હતી.

(12:20 pm IST)