સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st October 2021

પોરબંદર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયાની ઓફિસમાં તોડફોડ કરનારા સીસીટીવી કેમેરામાં કેદઃ આતંક મચાવનારાઓને શોધવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ ભાજપના નેતા જ સલામત ન હોવાથી પ્રજાનું શું ?

ભાજપ પ્રમુખ ઉપર હુમલા કરનારા સામે કડક કાર્યવાહી કરવા રામભાઇ મોકરીયાની માંગણી

પોરબંદરઃ પોરબંદર શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, કેટલાક અજાણ્યા શખ્સો ભાજપ શહેર પ્રમુખ પંકજ મજીઠીયાની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ બાદ આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે અસામાજિક તત્વોના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતા સમગ્ર મામલે પોલીસે જાણ કરવામાં આવી છે, જેને લઈ પોલીસે સીસીટીવી ફુટેજ એકત્રિત કરી આતંક મચાવનાર તત્વો સામે વધુ તપાસ હાથ ધરી છે.

અજાણ્યા શખ્સો બારી દરવાજાના કાચ તોડી થયા ફરાર

મહત્વનું છે બીજી ઓક્ટોબરે મહાત્મગાંધી જયંતિ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાતે લેવાના છે ત્યારે એક દિવસ અગાઉ જ ભાજપ શહેર પ્રમુખની ઓફિસમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આતંક મચાવનાર આ શક્યોના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ધોળા દિવસે 4 જેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી રહી છે, ઓફિસના દરવાજા, બારી કાચની તોડફોડ કરી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે  પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આ તોડફોડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ઘટનાને લઈને શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયાએ જણાવ્યું હતું કે પોતે ખરીદી કરેલી જમીનને લઈને આરોપીઓ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તેને લઈને જ હુમલો થયો છે. હુમલાની આ ઘટનાની જાણ થતા શહેર પ્રમુખને ત્યાં થયેલા હુમલાને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઘરે દોડી ગયા હતા

ઓફિસ પર હુમલો કરાતા રાજકીય માહોલ ગરમાયો

 જો કે સમગ્ર મામલેમૂળ પોરબંદરના એવા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે શહેરમાં ભાજપ પ્રમુખ પર હુમલો કરે એ કોઈ પણ કાળે ચલાવી લેવામાં ન આવે, આવા તત્વો સામે પોલીસે કડડ કાર્યવાહી હાથ ધરવી જોઈએ, શહેર પ્રમુખની ઓફિસમાં અગાઉ પણ હુમલાની ઘટના બની છે, ત્યારે કોઈ રાજકીય કિન્નાખોરી કે રાજકીય રીતે તેમને હેરાન કરાતું હોવાનું રામભાઈ કોકરિયાએ જણાવ્યું છે જો કે હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. 

(5:06 pm IST)