સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

તળાજાના સ્ક્રેપના અનેક વેપારીઓને લાખો રૃપિયામાં નવરાવી રફુચક્કર થઈ જનાર વિરૃદ્ધ FIR ન નોંધાતાં ગૃહમંત્રી સુધી રાવ

રૃપિયા અનેક ના ગયા ફરિયાદ માત્ર એકજ વ્યકિત એ કરી

ભાવનગર તા.૧ : મૂળ ઢસા ગામનો વતની પરંતુ છેલ્લા છ એક વર્ષથી તળાજા મા રહી ભંગાર લે વેચ નો વ્યવસાય કરતો ઈસમ તળાજામાં સ્ક્રેપ નો ધંધો કરતા અનેક વેપારીઓ પાસે થી માલ લઇ રૃપિયા ન આપી ફરાર થઈ ગયો છે.જેને લઇ તળાજા મા આ મુદ્દો ચર્ચાનો બન્યો હતો.

ભંગાર ના વ્યવસાય સાથે અને અમુક ઉચા વ્યાજે નાણાં ધિરાણનો ધંધો કરનાર ના રૃપિયા પણ ફરાર થઇ જનાર ઈસમ ઇલ્યાસ હબીબભાઈ મુસાણી પાસે હતા ની વાત પણ જેતે સમયે ચકચાર જગાવી હતી.

જેને લઇ સ્ક્રેપના મોટાભાગના ધાંધરથીઓ ના રૃપિયા હોય મીટીંગો ભરાઈ હતી.રૃપિયા કઈ રીતે પરત મેળવવા.આ બાબતે એક માત્ર અકીલ યુસુફભાઈ કાચલિયા એ સતાવાર રીતે તળાજા પોલીસ ને વિગતો સાથે રૃપિયા ૪,૦૩,૧૧૦/- નો ભંગાર લઈ ગયા બાદ રૃપિયા પરત ન કરી છેતપીંડી કરી હોવાની ફરિયાદ આપી હતી.જે તળાજા પોલીસે અરજી સ્વરૃપે લઈ ઇન્વર્ડ કરેલ.

આ ઘટનાને બે માસ થી વધુનો સમય વિતી જવા છતાંય ફરાર થઇ જનાર ઇલિયાસ મૂસાણી દ્વારા નાણાં પરત આપવામાં આવ્યા કે નથી. પોલીસ દ્વારા એફઆઈઆર નોંધી નક્કર કાર્યવાહી પણ નથી કરવામાં આવી.આવા આરોપ સાથે અકીલ કાચલિયા એ રાજ્યના ગૃહપ્રધાન,જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને લેખિતમાં રાવ કરવામાં આવી છે.જે સંદર્ભે અકીલ કાચલિયા નાં જણાવ્યા મુજબ ગૃહ વિભાગ અને જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મેસેજ મોબાઈલ મા મોકલી અરજી ના કામે કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે.

તળાજા પો.ઇ આર.ડી.ચોધરી એ જણાવ્યું હતુંકે અરજી ના કામે તપાસ ચાલુ છે.

ફરિયાદી એ પોલીસ અને ગૃહપ્રધાનને કરેલ ફરિયાદમાં અનેક લોકોના રૃપિયા,લાખો રૃપિયા નો ભંગાર ખરીદી રૃપિયા ન આપી ફરાર થવા પાછળ કાવતરું હોવાની વાત કરી છે.ફરિયાદી ત્યાં સુધી કહે છેકે ફરાર થઈ જનાર ઇલિયાસ પાસેથી માલ ખરીદનાર અને ભાગીદારની પૂછપરછ થવી જોઇઍ. ફરિયાદી પાસે સીસીટીવી કેમેરા ના ફૂટેજ છે ઇલિયાસ દ્વારા ભંગાર લઈ જવાય રહ્ના છે. ફરિયાદી ઍ દસ લાખ રૃપિયા ની લોન લઈ ધંધો શરૃ કર્યો હતો.

(12:04 pm IST)