જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાની રમઝટ
જુનાગઢઃ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ વિશાલ જોષી મહામંત્રી પી.સી. ભટ્ટ પરાગ પંડયા અને સંગઠનની તમામ ટીમ ખંભેખભા મિલાવી નવરાત્રી મહોત્સવ સફળ બનાવી રહ્યા છે. પરશુરામધામના નિર્માણ અર્થે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ખેલૈયાઓ અનેગરબી નિહાળનાર લોકોની ભીડ વધતા ગ્રાઉન્ડ ટુંકુ પડી રહ્યું છે. ઉપરોકત તસ્વીરમાં ખેલૈયાને ઘેલુ લગાડતા ભાવનાબેન લાબડીયા એન્ડ ગ્રૃપ તેમજ ઉપસ્થિત દક્ષિણ રેન્જના આર. એફ.ઓ. અરવિંદ ભાલીયા ફોરેસ્ટર બી.એ. શીલુ તેમજ અજયભાઇ વ્યાસ, આશિષ ઉપાધ્યાય તેમજ કમલેશ ભરાડ અને અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી નાયબ મામલતદાર મહેશભાઇ શુકલ, બિલ્ડર લલિતભાઇ જોષી અને રાસની રમઝટ બોલાવતા ખેલૈયાઓ નજરે પડે છે. (અહેવાલ વિનુજોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)