સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st December 2021

વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે મચ્છુ-૧નું પાણી છોડાયુ

રવિ પાકના વાવેતરમાં વધારો થાય તે માટે નિર્ણય

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧: વાંકાનેર મચ્છુ - ૧ સિંચાઈ યોજના દ્વારા વાંકાનેર તાલુકાની કેનાલ મારફતે રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોય ત્યારે ભાજપ સરકાર દ્વારા વાકાનેર તાલુકાના ગામડા ના ખેડૂતો ને રવિ પાકનું વાવેતર વધુમાં વધુ થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુ થી મચ્છુ ડેમ ૧ નંબર માંથી વાંકાનેર તાલુકા ની કેનાલ મા પાણી છોડવામાં આવ્યું આ સમયે હાજર વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા રાજ સાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા તેમજ સેકસન ઓફિસર એન. વી.પટેલ તેમજ વર્ક આસીસ્ટન્ટ એચ. જે. જાડેજા ના હસ્તે સવારે ૧૧.૦૦ના શુભ મુહર્તે કેનાલ દ્વારા વાંકાનેર તાલુકાના ૧૯ ગામમાં પાણીની કેનાલ પસાર થતી હોય તે ગામમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે વાંકાનેર તાલુકાના ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે. આ તકે ઉપસ્થિત વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી કે. ડી. ઝાલા તથા દિપક પટેલતેમજ ઉપપ્રમુખ શાહ અમિતભાઇ,રાતડિયા અરજણ તેમજ અમરસીભાઇ મઢવી, ક્રિપાલસિંહ ઝાલા. મેહુલભાઈ ઠાકરાણી સહિત સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા.

(11:04 am IST)